ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
કોરોનાની ત્રીજી લહેરનો જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં ભયાનક સ્વરૂપ જોવા મળશે અને રોજ હજારો દર્દી નોંધાશે એવો નિષ્ણાતોએ દાવો કર્યો હતો. જોકે ત્રીજા અઠવાડિયામાં જ મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હોવાનું આંકડા પરથી જણાઈ રહ્યું છે. પહેલી અને બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં મૃત્યુ દર માત્ર 0.1 ટકા રહ્યો છે.
માર્ચ 2020માં મુંબઈમાં કોરોનાનો પહેલો દર્દી નોંધાયો હતો. પાલિકાના અથાગ પ્રયાસને કારણે ડિસેમ્બર 2020 સુધી કરોનાની પહેલી લહેર નિયંત્રણમાં આવી હતી. જોકે આ દરમિયાન મુંબઈમા મૃત્યુ દર 3.57 ટકા જેટલો ઊંચો રહ્યો હતો.
મુંબઈમાં પહેલી લહેર માંડ નિયંત્રણમાં આવી હતી ત્યાં તો ફેબ્રુઆરી 2021માં કોરોનાની બીજી લહેર આવી હતી. બીજી લહેર દરમિયાન કોરોનાનો દર્દીનો આંકડો 11,000 સુધી પહોંચી ગયો હતો. બીજી લહેર દરમિયાન મુંબઈનો મૃત્યુ દર 1.14 ટકા રહ્યો હતો. આ દરમિયાન 16 જાન્યુઆરી 2021થી મુંબઈમાં કોવિડ પ્રતિબંધક વેક્સિન આપવાનું ચાલુ કર્યું હતું. બીજી લહેર દરમિયાન દર્દીની સંખ્યામાં વધારો થયો હતો. જોકે મૃત્યુ દર ઘટાડવામાં સફળતા મળી હતી.
મોટા સમાચાર : ગ્રાન્ટ રોડમાં ફાટી નિકળેલી આગ માં 3 ના મૃત્યુ. 6 ને હોસ્પીટલ માં દાખલ કરાયા. જુઓ લેટેસ્ટ ફોટો. જાણો વિગત….
જોકે 21 ડિસેમ્બર 2021થી મુંબઈમાં ફરી ત્રીજી લહેરનું આગમન થયું હતું. નિષ્ણાતોએ ત્રીજી લહેરમાં નાના બાળકો, મોટા, સિનિયર નાગરિકો અને ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ હોવાનું દાવો કર્યો હતો. એક તબક્કે મુંબઈમાં ત્રીજી લહેર દરમિયાન કોરોનાનો આંકડો 21,000 સુધી પહોંચી ગયો હતો. તેથી પાલિકા અને રાજ્ય સરકારે ફરી નિયંત્રણો લાદી દીધા હતા. આ દરમિયાન પાલિકાએ ફરી કોરોનાને નિયંત્રણમાં લાવવા ઉપાય યોજના અમલમાં મૂકી દીધી હતી. મુંબઈમાં લગભગ 91 ટકા લોકોનું વેક્સિનેશન થઈ ગયું હોવાથી ત્રીજી લહેર દરમિયાન દર્દીની સંખ્યા ઊંચી રહી હતી, છતાં મૃત્યુ દર ઘટાડવામાં પાલિકાને સફળતા મળી હતી. ત્રીજી લહેરમાં મૃત્યુ દર 0.1 ટકા સુધી નીચો રાખવામાં પાલિકાને સફળતા મળી છે.