ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ સહિત રાજ્યમાં ફરી બાળકોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. મુંબઈ-થાણેમાં બાળકના અપહરણ કરવાના ગુનામાં અમુક મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી, છતાં આવી અનેક ગેંગ શહેરમાં ફરતી હોય છે. કપડા પર વાસણો વેચવાના બહાને આવેલી એક મહિલાએ થોડા દિવસ પહેલા મુંબઈના એક ઘોડપદેવ વિસ્તારમાં એક ઘરમાંથી સાડા ત્રણ મહિનાના બાળકની ચોરી કરી હતી. કાલાચૌકી પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે અને પૂછપરછ માટે ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ સુધી બાળક મળ્યો ન હોવાથી તેની શોધખોળ ચાલુ છે.
મુંબઈના ઘોડપદેવ વિસ્તારમાં ફેરબંદર ખાતે સંઘર્ષ સદન નામની બિલ્ડિંગના પહેલા માળે 36 વર્ષની સપના બજરંગ મકદુમ તેના સાડા ત્રણ મહિનાના બાળક સાથે એકલી હતી. આ દરમિયાન જૂના કપડા, મોબાઈલ જેવી વસ્તુઓ પર વાસણ વેચનારી બાઈ આવી હતી. સપનાએ મહિલાને બાળકના કપડા રાખવા માટે ટોપલી બાબતે સવાલ કર્યો હતો. આ દરમિયાન સપના અંદરના રૂમમાં જૂનો મોબાઈલ લેવા ગઈ હતી ત્યારે વાસણવાળી મહિલાએ તેના નાક પર બેહોશ કરનારી દવાવાળો રૂમાલ દાબી દીધો હતો.
સપનાના બેહોશ થતાં જ મહિલા તેના સાડા ત્રણ મહિનાના બાળકને ટોપલીમાં મૂકીને ભાગી છૂટી હતી. સપનાનો પતિ કામ પરથી સાંજે ઘરે પરત ફર્યા બાદ તેણે કાલાચૌકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ દાખલ કર્યા પછી તરત જ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં સપના મકદુમ જ્યાં રહેતી હતી તે બિલ્ડિંગમાંથી ત્રણ મહિલાઓ બહાર નીકળતી જોવા મળી. રસ્તા પર રહેલા એક સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એક મહિલાના હાથમાં નાનું બાળક જોવા મળ્યું હતું. પોલીસ ફૂટેજના આધારે મહિલાને શોધી રહી છે.
શોકિંગ! મુંબઈના મેયરની ઓફિસમાંથી મહત્વની ફાઈલ ગાયબ.જાણો વિગત
પોલીસે આ અંગે પૂછપરછ કરતાં જણાયું હતું કે આગલા દિવસે એક મહિલા સપનાના ઘરની રેકી કરી ગઈ હતી. બીજા દિવસે બીજી મહિલા આવીને બાળક ચોરી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આ પ્રકરણમાં પોલીસે 3 શંકાસ્પદ મહિલાઓને અટકાયતમાં લીધી છે. ત્રણેયની સઘન તપાસ ચાલી રહી છે. જો કે, તેણે હજુ