Site icon

વાહ! કમાલ થઈ ગઈ, મુંબઈના 24 વૉર્ડમાંથી 18 વૉર્ડની ઝૂંપડપટ્ટી કોરોનામુક્ત; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે. કોરોના પૉઝિટિવિટી રેટ પણ ઘટીને 2.2ની આસપાસ આવી ગયો છે. એ સાથે જ મુંબઈ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાંથી પણ મુક્ત થઈ રહ્યું છે. ખાસ કરીને મુંબઈના 24 વૉર્ડમાંથી 18 વૉર્ડમાં આવેલી ઝૂંપડપટ્ટી કોરોનામુક્ત થઈ ગઈ હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના આંકડા પરથી જણાઈ આવ્યું છે. આ 18 વૉર્ડમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક પણ કન્ટેઇન્મેન્ટ ઝોન રહ્યા નથી.

કોરોનાની પહેલી લહેરમાં સૌથી વધુ કેસ ઝૂંપડપટ્ટીમાં નોંધાયા હતા. જોકે બીજી લહેરમાં ઝૂંપડપટ્ટી પરનું સંકંટ ઘટી ગયેલું જણાયું હતું. મુંબઈમાં પાલિકાના 24 વૉર્ડમાંથી 18 વૉર્ડમાં આવેલી ઝૂંપડપટ્ટી પરિસરમાં હવે એક પણ પ્રતિબંધક વિસ્તાર રહ્યો નથી. બાકીના છ વૉર્ડમાં હાલ 22 કન્ટેઇન્ટમેન્ટ ઝોન છે. કોરોનાની બીજી લહેરની અસર ઝૂંપડપટ્ટી કરતાં ઉચ્ચ વર્ગમાં તેમ જ ઊંચી ઇમારતમાં વધુ જણાઈ હતી.

હાઈ કોર્ટમાં ઠાકરે સરકાર બરાબર ફસાઈ, વેક્સિન મામલે સૂડી વચ્ચે સોપારી થઈ; જાણો કેન્દ્ર સરકારે કઈ રીતે ઉદ્ધવને ફસાવ્યા

આ દરમિયાન અંધેરી(પશ્ચિમ), ગોરેગામ, મલાડ, બોરિવલી, દહિસર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં કોરોનાનો ચેપ વધુ રહ્યો હતો. જોકે હાલ અહીં એક પણ પ્રતિબંધક વિસ્તાર રહ્યો નથી. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા ધારાવીમાં પણ મોટા પ્રમાણમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. સોમવારે ધારાવીમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો. ઘાટકોપર, બાંદરા, પરેલ તથા અંધેરી (પૂર્વ)માં પણ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. હાલ અંધેરી(પૂર્વ)માં 8, કાંદિવલીમાં 6, ભાંડુપમાં 3, મુલુંડમાં 2, ચેંબુરમાં 2 અને ભાયખલામાં 1 કન્ટેઇન્મેન્ટ ઝોન છે.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version