Site icon

મુંબઈમાં રસ્તા પરની રેંકડીના નૉન-વેજ ચાઇનીઝ ફૂડમાં આ વસ્તુ નાખવામાં આવે છે, FDAની કાર્યવાહી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર

મુંબઈના રસ્તા ઉપર ચાઇનીઝના સ્ટૉલ અને હૉટેલોમાં બનતા ચાઇનીઝ પદાર્થોમાં મૃત, સડેલા મરઘાનો  વપરાશ થતો હોવાનું સામે આવ્યું છે. આવા ઠેકાણે  માંસાહારી ખાદ્યપ્રેમીઓના આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે. આ અંગે ગંભીર નોંધ લેતાં અન્ન અને ઔષધ પ્રશાસન (FDA)એ મરેલા, સડેલા મરઘાના ગેરકાયદે વેચાણ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

મોંઘવારીનો ડબલ ડોઝ : મુંબઈમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે ઇંધણના ભાવ, પેટ્રોલ 112ને પાર તો ડીઝલ પણ આટલા રૂપિયાને પાર

બુધવારે FDAએ જે. જે. પોલીસ સ્ટેશનમાં મૃત મરઘાના ગેરકાયદે વેચાણ કરનારા એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અન્ન સુરક્ષા માનક કાયદા અનુસાર ખાવા માટે જીવંત મરઘાઓનો જ વપરાશ કરવાનું ફરજિયાત છે. મુંબઈમાં નાશિક, પુણે અને અન્ય જિલ્લાઓમાંથી મરઘા લાવવામાં આવે છે. મુંબઈમાં પહોંચતાં પહેલાં જ પ્રવાસ દરમિયાન એમાંથી કેટલાક મૃત્યુ પામે છે. FDAએ આ પહેલાં ઘણી વાર  મૃત, કોહવાઈ ગયેલા મરઘાના ગેરકાયદે વેચાણ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. છતાં ગ્રાહકોના જીવ સાથે રમત રમાઈ રહી છે. નળબજારમાં આ રીતે ગેરકાયદે વેચાણ શરૂ હોવાની માહિતી મળ્યા બાદ FDAએ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હોવાની માહિતી FDAના આસિસ્ટન્ટ કમિશનર શશીકાંત કેકરે આપી હતી.

Goregaon Kidnapping Attempt:ગોરેગાંવમાં ૯ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ નિષ્ફળ: ૫૦ વર્ષીય મહિલાની ધરપકડ; બાળકીની હિંમતે ઉકેલ્યો કેસ
Vile Parle Cyber Fraud:વિલે પાર્લેની મહિલા સાથે લોટરીના નામે ₹૧.૧૨ લાખની છેતરપિંડી: KBC અને લક્ઝરી કારની લાલચ આપી ઠગબાજોએ ખિસ્સા ખાલી કર્યા
Mumbai BMC Anti-Encroachment Drive:મુંબઈમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશમાં રાજકીય રોડા: કોંગ્રેસના કોર્પોરેટર પર BMC અધિકારીઓને ધમકાવવાનો ગંભીર આક્ષેપ
ED Strikes Hard in Mumbai:મુંબઈમાં EDની મોટી સ્ટ્રાઈક: મની લોન્ડરિંગ કેસમાં ₹૩૪.૫૧ કરોડની ૩૫ મિલકતો જપ્ત
Exit mobile version