ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મુંબઈ મહાપાલિકાએ કોરના રસીકરણની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. મુંબઈના દરેક નાગરિકોને બને એટલા જલદી કોરોના રસીના બંને ડોઝ મળે એવી પાલિકાની ઇચ્છા છે. પાલિકાની આ ઝુંબેશ હેઠળ મુંબઈમાં કુલ 10 હજાર ઇમારતોના રહેવાસીઓને બંને ડોઝ મળી ગયા છે. આ ઇમારતોના ગેટ પર BMCએ ફુલ્લી વેક્સિનેટેડનું બોર્ડ લગાવ્યું છે.
મુંબઈમાં કુલ 37,000 ઇમારતો છે. પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદ રામબાણ ઇલાજ બનેલી કોરોના રસીને લઈને મુંબઈવાસીઓ સંપૂર્ણ રીતે જાગરૂક થયા છે. પાલિકાએ નિર્ણય લીધો છે કે જે પણ ઇમારતોના નાગરિકો વેક્સિનના બંને ડોઝ લઈ લેશે તેમની ઇમારત પર ફુલ્લી વેક્સિનેટેડનું બોર્ડ લગાવવામાં આવશે.
ભારતીય સેનાની તાકાતમાં વધારો, અગ્નિ-5 મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ; જાણો તેની વિશેષતા
વધુમાં સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ સૌથી પહેલાં સ્લમ વિસ્તારોમાં ફેલાયું હતું. ત્યાર બાદ ઇમારતોમાં સંક્રમણનો દર વધી ગયો હતો. એ હજી પણ કાયમ છે. અત્યારે સ્લમ વિસ્તારોમાં એક પણ કન્ટેન્મેન્ટ ઝોન નથી. જ્યારે કે ઇમારતોમાં હજી પણ 42 કન્ટેન્મેન્ટ ઝોન છે. પાલિકાના સર્વે રિપૉર્ટમાં તારણ નીકળ્યું હતું કે ઇમારતોમાં રહેનારા લોકોમાં ઍન્ટિબૉડીઝનું પ્રમાણ ઓછું છે. જ્યારે સ્લમ વિસ્તારોમાં રહેનારા લોકોમાં ઍન્ટિબૉડીઝની માત્રા વધુ જોવા મળી છે.