ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 ડિસેમ્બર 2020
લોકડાઉનમાં મંદ પડેલું પ્રોપર્ટી બજાર હવે નવી ઊંચાઈ પકડી રહ્યું છે. ગત સપ્તાહે મુંબઇના તાડદેવ વિસ્તારમાં ઇમ્પીરીયલ એજ એપાર્ટમેન્ટ વેચવામાં આવ્યા હતા, આ બે ફ્લેટ 36.50 કરોડ રૂપિયામાં વેચાયા છે. જે બિલ્ડિંગના 31 મા માળ પર આવ્યાં છે. ફ્લેટ્સની સાથે ખરીદદારોને બિલ્ડિંગમાં છ કાર પાર્કની પણ સુવિધા મળશે.
બંને ફ્લેટનું કુલ ક્ષેત્રફળ 3081 ચોરસફૂટ છે અને રૂ. 36.50 કરોડ કિંમત છે, એનો અર્થ એ થયો કે દર ચોરસફૂટ દીઠ દર 1.18 લાખ રૂપિયા આવે છે. આ સોદો 18 ડિસેમ્બરના રોજ નોંધવામાં આવ્યો છે. જેના પર ખરીદનાર દ્વારા કુલ 73.01 લાખ રૂ. સ્ટેમ્પ ચુકવવામાં આવી છે.
આના ખરીદદારો મુંબઇના એક જાણીતા બિઝનેસ કપલ છે. ખરીદદારો પોતાની ઓળખ આપવા માંગતા ન હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ આ કપલ ભારતની ટોચની મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં એક વરિષ્ઠ મેનેજમેન્ટમા શામેલ છે..
