ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
નવી મુંબઈના ઉરણમાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક પત્નીએ તેના જ પતિનું અપહરણ કર્યું હતું, પરંતુ પોલીસે મહિલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરીને પતિને સુરક્ષિત બચાવી લીધો હતો.
નવી મુંબઈ ઝોન 2ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ શિવરાજ પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે પતિ-પત્ની બંને મૂળ તમિલનાડુના છે. પતિની બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ નામની કંપની છે. તેમની વચ્ચે ઘરેલું હિંસા અને મિલકત બાબતે ઝઘડો થયો હતો. તેથી પત્નીએ તમિલનાડુની કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો, બંનેનો મામલો હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન પત્નીને શંકા હતી કે તેનો પતિ અન્ય મહિલા સાથે રહે છે. તેથી તેણે તેના પતિનું અપહરણ કર્યું.
પંગા કવિન કંગનાની મુશ્કેલીઓ વધી; આઝાદી ભીખમાં મળી છે તેવા નિવેદન પર ભડક્યા નવાબ મલિક, કરી આ માંગણી
શિવરાજ પાટીલે મીડિયાને વધુમાં જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા પીડિતાની પત્નીએ બે મહિલાઓને તેના પતિની ઓફિસમાં પ્રોપર્ટી ડીલર તરીકે મોકલી હતી. મહિલાઓ તેને ઘર બતાવવાના બહાને ઉલવે લઈ ગઈ જ્યાં તેની પત્નીએ પાંચ માણસો સાથે તેને અન્ય વાહનમાં બેસાડી ગોવા લઈ જવા લાગ્યા. ત્યારબાદ પીડિતાના મિત્રએ પોલીસને ઘટનાની જાણ કરી. થોડા સમય પછી ન્હાવા શેવા પોલીસે તેમની શોધ પાછળ એક ટીમને મોકલી પરંતુ જ્યારે આરોપીઓને શંકા જતા પોતાનો માર્ગ બદલી નાખ્યો. તેમ છતાં પોલીસે આરોપીઓની ગોવાથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ કહ્યું કે તેને શંકા છે કે પતિ બીજી મહીલા સાથે અય્યાશી કરે છે અને મને મિલકતનો ભાગ નહીં આપે. તેથી મેં મારા પતિનું અપહરણ કર્યું.