ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
ઘર લેનારા ઈચ્છુકો માટે આનંદના સમાચાર છે. નવા વર્ષમાં નવી મુંબઈમાં સિડકો પાંચ હજાર ઘરોની લોટરી કાઢવાની છે. રાજ્યના નગરવિકાસ મંત્રી એકનાથ શિંદેએ તેની જાહેરાત કરી હતી. નવી મુંબઈમા કળંબોલી, તળોજા અને દ્રોણાગિરી જેવા સ્થળોએ આ ઘર હશે.
નવી મુંબઈમાં સિડકોની પાંચ હજાર ઘરની મહાગૃહનિર્માણની યોજના છે. આ ઘરકુલ યોજના હેઠળ અત્યંત આર્થિક રીતે નબળા વર્ગ, આર્થિક નબળા વર્ગના લોકો માટે ઘણસોલી, કળંબોલી, ખારઘર, તળોજા અને દ્રોણાગિરીમા ઘર ઉપલબ્ધ થવાના છે. આ ઘર માટે લોટરીની પ્રક્રિયા જાન્યુઆરી 2022થી ચાલુ થવાની છે.
કોરોના મહામારીને પગલે સિડકો અને મહાડાએ ઘરની લોટરી કાઢી નહોતી. મહાડાએ હજી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ સિડકોએ તેની જાહેરાત કરી નાખી છે.
મુંબઈગરાની થર્ટી ફસ્ટની પાર્ટી બગડશે? BMC કરી આ તૈયારી. જાણો વિગત