ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
મુંબઈમાં લોકોને ઠગવાનું અને ડોનેશનના નામે લોકોને મુર્ખ બનાવવાના અનેક બનાવ બનતા હોય છે. પરંતુ મલાડ(વેસ્ટ)માં તો પોલીસના વેશમાં જ ડોનેશનને નામે લોકોને છેતરવામાં આવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. સોશિયલ મીડિયા પર પોલીસના ગવણેશમાં બે શખ્સો ચાઈલ્ડ એજ્યુકેશન માટે ડોનેશન માંગતા હોવાના ફોટા ફરી વળ્યા હતા.
એવરશાઈન નગરમાં થોડા દિવસથી બે શખ્સો પોલીસનો યુનિર્ફોમ પહેરી ઠેર ઠેર ફરી રહ્યા છે. તેમના હાથમાં ચાઈલ્ડ એજ્યુકેશન માટે ડોનેશન આપવાના પેમ્પલેટ હોય છે. તેઓ લોકોને ચાઈલ્ડ એજ્યુકેશન માટે ડોનેશન આપવાની લોકોને વિનંતી કરતા હોય છે.
જાગૃત નાગરિકના કહેવા મુજબ તેઓ પોલીસના યુનિર્ફોમમા હોવાથી તેમની તરફ શંકાની નજરે કોઈ જોતું નથી. ઉલ્ટાનું અનેક લોકોને તેમને ગરીબ બાળકોના મદદ મળશે એ ઈરાદે તેમને પૈસા આપીને જતા હોય છે. ગરીબને મદદ કરવાને ઈરાદે અનેક લોકો તેઓ ખરેખર પોલીસ છે કે રીઢા ગુનેગાર તે જાણવાની પણ કોશિશ કરતા નથી.
જોકે તાજેતરમાં તે સોશિયલ મીડિયા પર બે શખ્સો પોલીસના ગણવેશમાં એવરશાઈન નગરમા હાથમા પેપ્લેટ લઈને મદદ માંગતા હોવાનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેની નોંધ મુંબઈ પોલીસે લીધી હતી. તેમ જ આ બાબતે બાંગુર નગર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે બાંગુર નગર પોલીસે આ બાબતે હજી તપાસ ચાલી રહી હોવાનું કહીને વધુ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો.