ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર.
કોરોના મહામારીના સમયગાળામાં મુંબઈમાંથી મોટા પ્રમાણમાં થયેલા સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટીમાથી HIVના અનેક દર્દીઓ ગાયબ થઈ ગયા છે. મુંબઈમાં ખાસ કરીને ઝૂંપડપટ્ટીમા ચાલી રહેલી HIV ટેસ્ટ દરમિયાન દર્દીઓ ગાયબ થયા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. મુંબઈ જિલ્લા એડ્સ નિયંત્રણ સંસ્થાએ ઝૂંપડપટ્ટીમાં કરેલી તપાસ દરમિયાન ફક્ત એક ટકા દર્દી HIV અસરગ્રસ્ત હોવાનું જણાઈ આવ્યું હતું.
મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાંથી HIVના દર્દી શોધવા માટે મુંબઈ જિલ્લા એડસ નિયંત્રણ સંસ્થા છેલ્લા અનેક વર્ષોથી કેમ્પ રાખતી આવી છે. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીમાં લોકસંખ્યા ઓછી થઈ ગઈ હતી. અમુક લોકો સ્થળાંતરિત થઈ ગયા. અમુક લોકો કોવિડની પહેલી લહેર બાદ પાછા ફર્યા પણ બીજી લહેર દરમિયાન પાછા પોતાના મૂળ વતન જતા રહ્યા હતા. આ સ્થળાંતરમાં રાજયના જુદા જુદા ભાગમાં, પરરાજયમાં પોતાના ગામમાં લોકો જતા રહ્યા છે.
સંભાળજો! મુંબઈમાં ફેરિયાઓના વેશમાં ફરી રહ્યા છે બચ્ચાઓને ચોરી કરનારી મહિલાઓની ગેંગ. જાણો વિગત
મુંબઈ જિલ્લા એડ્સ નિયંત્રણ સંસ્થાના કહેવા મુજબ મૂળ દર્દીને ફરી શોધવું પડકારજનક કામ છે. જુલાઈ 2021 થી ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં આ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કુલ ટેસ્ટમાંથી એક ટકા દર્દીઓ એચઆઈવીથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
દર્દીઓ ગાયબ થવા પાછળ કોવિડને કારણે આવેલી બેરોજગારીને પણ જવાબદાર ગણવામાં આવે છે. ઝૂંપડપટ્ટીમાંથી સ્થળાંતર કરનારાઓ મુંબઈ પાછા ફર્યા કે નહીં તે ખબર નથી પણ ફરી HIV અસરગ્રસ્તોને શોધવામાં ખાસ્સો સમય જશે એવું માનવું પડશે.