Site icon News Continuous Bureau | Mumbai

હોમ લોનના નીચા વ્યાજ દર, સ્ટેમ્પ ડયૂટીમાં ઘટાડો; તોય દક્ષિણ મુંબઈમાં આટલા ઘરો હજી વેચાયા નથી..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 9 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

હોમ લોનના વ્યાજ દર નીચા સ્તરે છે. તેમજ વેચાણને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરાયો છે. છતાં દક્ષિણ મધ્ય મુંબઈમાં 90 ટકા ઘરો વેચાયા નથી. એવું એક અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલ મુજબ દક્ષિણ મધ્ય મુંબઈમાં હાલમાં 10,700 ફ્લેટ વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ઠેકાણે અગાઉ મિલની જમીન હતી તેનું ડેવલમેન્ટ કરવામાં આવ્યું છે. કુલ ઉપલબ્ધ ફલેટમાંથી, મહત્તમ 29 ટકા ઉપલબ્ધતા 1,500-2,000 ચોરસ ફૂટ કાર્પેટ વિસ્તારના ઘરોની છે. ત્યારબાદ 23 ટકા 1,000-1,500 ચોરસ ફૂટના અને 2,000-3,000 ચોરસ ફૂટના ફ્લેટ વેચાયા વગરના પડ્યા છે. 4,000 અને તેથી વધુ ચોરસ ફૂટના ફ્લેટમાં અનુક્રમે 5 ટકા અને 2 ટકા ઉપલબ્ધતા છે.

વરલી, પ્રભાદેવી, મહાલક્ષ્મી, તારદેવ અને લોઅર પરેલ સહિત દક્ષિણ-મધ્ય મુંબઈમાં વર્ષ 2013 થી 2021ની વચ્ચે અંદાજે 25,660 ઘરોના બાંધકામ થયા છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!પશ્ચિમ રેલવે પર વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે આ કારણે બુધવારે રહેશે નાઇટ બ્લોક; જાણો વિગતે

છેલ્લા એક વર્ષમાં દક્ષિણ-મધ્ય મુંબઈમાં 1,910 ઘરોનું વેચાણ એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં ઓછામાં ઓછું 86 ટકા વધુ થયું છે. એવું અહેવાલમાંથી જાણવા મળ્યું છે.

શ્રીમંત ગ્રાહકો જે સામાન્ય રીતે આ વિસ્તારના મોંઘા ઘરોમાં રોકાણ કરે છે, તેમને કોરોના મહામારીની આર્થિક અસર સૌથી ઓછી થઇ હતી અને ખરીદદારો મોટાભાગે તૈયાર ઘરો અથવા પૂર્ણ થવાના આરે હોય તેવા ઘરો માટે શોધ કરતા હતા. જ્યારે ઈન્વેન્ટરીના વેચાણની વાત આવે છે ત્યારે વ્યાપક મુંબઈ મેટ્રોપોલિટન રિજન દક્ષિણ મધ્ય મુંબઈ સબસેટથી પાછળ છે. જેમાં 10 ટકાની સામે 8 ટકા યુનિટ્સ વેચાયા હતા.

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version