News Continuous Bureau | Mumbai
Thane Accident: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના એક મકાનમાં ઇલેક્ટ્રિક મોટરબાઈકની બેટરી વિસ્ફોટ ( Battery explosion ) થઈ હતી. જેમાં બે મહિલાઓ અને એક પુરુષ ઘાયલ થયા હતા. મહાપાલિકાના અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી.
થાણે મહાપાલિકાના ( Thane Municipality ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે થયેલા વિસ્ફોટને કારણે ઘરની છત અને પડોશી ઘરની બાજુમાં આવેલી દિવાલ ધરાશાયી ( Wall collapse ) થઈ ગઈ હતી. આ બેટરી કલવા વિસ્તારના શાંતિ નગર સ્થિત એક મકાનમાં રાખવામાં આવી હતી. રાત્રે લગભગ 10.30 વાગ્યે બેટરીમાં વિસ્ફોટ થયો હતો.
હાલ આ બેટરી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી..
આ અંગે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ બેટરી ચાર્જિંગ ( Battery charging ) માટે ઘરમાં રાખવામાં આવી હતી કે નહીં. જો કે વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. માહિતી મળ્યા બાદ સ્થાનિક ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : What is the Map of Nope: આ તારીખે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ.. અમેરિકામાં દેખાશે તેની વધુ અસર, જાણો ક્યાં વિસ્તારમાં નહી દેખાશે..
આ દુર્ઘટનામાં ઘાયલ ત્રણ પીડિતોને કાલવામાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ બેટરી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.