Thane Accident: થાણેમાં ઈલેક્ટ્રીક મોટરબાઈકની બેટરી વિસ્ફોટ થતા, ઘરની છત અને દિવાલ ધારાશાહી.. 3 લોકો ઘાયલ..

Thane Accident: થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે થયેલા વિસ્ફોટને કારણે ઘરની છત અને પડોશી ઘરની બાજુમાં આવેલી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ બેટરી કલવા વિસ્તારના શાંતિ નગર સ્થિત એક મકાનમાં રાખવામાં આવી હતી.

by Bipin Mewada
In Thane, electric motorbike battery explodes, roof and wall of the house are damaged.. 3 people were injured

News Continuous Bureau | Mumbai

Thane Accident: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના એક મકાનમાં ઇલેક્ટ્રિક મોટરબાઈકની બેટરી વિસ્ફોટ ( Battery explosion ) થઈ હતી. જેમાં બે મહિલાઓ અને એક પુરુષ ઘાયલ થયા હતા. મહાપાલિકાના અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. 

થાણે મહાપાલિકાના ( Thane Municipality ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે થયેલા વિસ્ફોટને કારણે ઘરની છત અને પડોશી ઘરની બાજુમાં આવેલી દિવાલ ધરાશાયી ( Wall collapse ) થઈ ગઈ હતી. આ બેટરી કલવા વિસ્તારના શાંતિ નગર સ્થિત એક મકાનમાં રાખવામાં આવી હતી. રાત્રે લગભગ 10.30 વાગ્યે બેટરીમાં વિસ્ફોટ થયો હતો.

 હાલ આ બેટરી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી..

આ અંગે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ બેટરી ચાર્જિંગ ( Battery charging ) માટે ઘરમાં રાખવામાં આવી હતી કે નહીં. જો કે વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. માહિતી મળ્યા બાદ સ્થાનિક ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : What is the Map of Nope: આ તારીખે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ.. અમેરિકામાં દેખાશે તેની વધુ અસર, જાણો ક્યાં વિસ્તારમાં નહી દેખાશે..

આ દુર્ઘટનામાં ઘાયલ ત્રણ પીડિતોને કાલવામાં સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ બેટરી વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More