Site icon

Mumbai: બોરિવલીમાં ઓનલાઈન કામના નામે 28 વર્ષીય યુવકે ઘણા લોકો સાથે કરી રુ. 7.46 લાખની છેતપિંડી, પોલીસે કરી ધરપકડ.

Mumbai: આરોપીએ GBL ડિજિટલ માર્કેટિંગના HR પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરીને અનેક વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. આરોપીએ લોકોને કેટલાક ઓનલાઈન કામના નામે કેટલાક ઓનલાઈન ટાસ્કો પૂર્ણ કરીને તેના પર સારુ વળતર મેળવવાની લાલચ આપી હતી.

In the name of online work in Borivali, a 28-year-old youth cheated several people of Rs. 7.46 lakh fraud, police arrested..

In the name of online work in Borivali, a 28-year-old youth cheated several people of Rs. 7.46 lakh fraud, police arrested..

News Continuous Bureau | Mumbai 

Mumbai: બોરીવલી પોલીસે એક 28 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. 28 વર્ષીય યુવકે કથિત રીતે ઓનલાઈન કામના ( Online work ) બહાને સારા વળતરનું લાલચ આપીને અનેક લોકો સાથે રુ. 7.46 લાખ છેતરપિંડી ( Fraud ) કરી હતી. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ GBL ડિજિટલ માર્કેટિંગના HR પ્રતિનિધિ ( HR representative ) હોવાનો ઢોંગ કરીને અનેક લોકોનો સંપર્ક કર્યો હતો. તેમજ આરોપીએ બોરિવલી ( Borivali  ) વિસ્તારમાં અનેક લોકોને કેટલાક ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરીને તેના પર સારુ વળતર મેળવી શકો છો. એવી લાલચ આપી હતી અને આ માટે ફી ચાર્જ તરીકે જરુરી શુલ્ક બેંકમાં જમા કરાવવા પણ કહ્યું હતું. આરોપીએ લોકોને એ પણ દાવો કર્યો હતો કે, જો તમારે તમારા વળતરના પૈસા બેંકમાંથી ઉપાડવા હોય તો તેના માટે તમારે થોડા વધુ પૈસા બેંકમાં જમા કરવા પડશે. જો કે, લોકો સારા વળતરની લાલચમાં આવી જતા આરોપી યુવકે અનેક લોકો પાસેથી રુ. 7.46 લાખ જમા કરવામાં સફળ રહ્યો હતો.

 પોલીસે ( Borivali Police ) સીસીટીવી તપાસના આધારે યુવકનું ઠેકાણું શોધ્યું…

આ બાદ લોકોએ તેમના વળતરના પૈસા બેંકમાંથી ઉપાડવા જતા, લોકો તેમના પૈસા બેંકમાંથી ઉપાડી શક્યા ન હતા. જે બાદ છેતરપિંડી થઈ હોવાનું ભાન થતા લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી યુવકે કુલ રકમમાંથી રૂ. 5.91 લાખ પહેલા જ ઉપાડી લીધા હતા અને માલવાણી અને મલાડની બે જ્વેલરી શોપમાંથી આ પૈસાથી સોનું ખરીદી લીધું હતું. જેમાં પોલીસે જ્વેલરી શોપના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીના કોલ રેકોર્ડિંગની સમીક્ષા પણ કરી હતી. પોલીસને જાણ થઈ હતી કે આરોપી માલવણી, મલાડ પશ્ચિમમાં માનસરોવર બિલ્ડિંગમાં સ્થિત છે.

આ સમાચાર પણ વાંચો : Nikki Haley: ભારતીય મૂળની નિક્કી હેલીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી ઈતિહાસ રચ્યો, રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણી જીતનાર પ્રથમ મહિલા બની.

આરોપીનું ચોક્કસ ઠેકાણું મળી જતા, પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને 5મી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. હાલ આ મામલામાં વધુ તપાસ ચાલુ છે.

 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version