ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર
લોક સંખ્યા વધવાથી પૂર્વ અને પશ્ચિમ ઉપનગરમાં 9 વોર્ડ વધી જવાના છે. જેમાં પૂર્વ ઉપનગરમાં ચાર તો પશ્ચિમ ઉપનગરમાં પાંચ વોર્ડનો સમાવેશ થાય છે. મુંબઈ શહેરની લોક સંખ્યામાં વધારો થયો ન હોવાથી અહીં વોર્ડની સંખ્યા વધારવામાં આવી નથી.
મુંબઈ મહાનગરપાલિકાની ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની હોવાથી 27 વોર્ડની હદમાં ફેરરચના કરવામાં આવી હતી. જેનો ડ્રાફ્ટ રાજયના ચૂંટણી પંચને ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે મુજબ લોકસંખ્યા વધેલા વિસ્તારમાં નગરસેવકોની સંખ્યા વધવાની છે.
MMRDAએ ને જોઈએ છે આટલા કરોડ રૂપિયા, પૈસા ઊભા કરવા માટે મુંબઈગરાને માથે આવશે બોઝો. જાણો વિગત.
મુંબઈ શહેરમાં 56, પૂર્વ ઉપનગરમાં 69 તો પશ્ચિમ ઉપનગરમાં 102 વોર્ડ મળીને કુલ 227 વોર્ડ છે. જેમાં હવે 9 વોર્ડનો ઉમેરો થશે. વોર્ડની સંખ્યા વધારવાના નિર્ણયને કોંગ્રેસે વધાવી લીધો છે. જો કે ભાજપે તેનો વિરોધ કર્યો છે. ચૂંટણીને આગળ કરવા માટે વોર્ડની ફેરરચના અને રાજકીય હેતુથી નગરસેવકોની સંખ્યા વધારવામાં આવી હોવાનો દાવો ભાજપે કર્યો છે.