Mumbai: મુંબઈમાં મહિલાઓ સામે અપરાધમાં વધારો, સરકારના મહિલા સુરક્ષાના દાવાઓ પડ્યા ખોટા, દરરોજ 42 મહિલાઓ બને છે જાતીય હિંસાનો શિકારઃ અહેવાલ..

Mumbai: ઘરેલુ હિંસા એ મહિલાઓ સામેની હિંસાનું સૌથી વ્યાપક સ્વરૂપ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના ડેટા અનુસાર, શહેરી વિસ્તારોમાં 24 ટકા મહિલાઓએ તેમના પાર્ટનર તરફથી શારીરિક હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે..

by Bipin Mewada
Increase in crime against women in Mumbai, government's claims of women's safety are false, every day 42 women become victims of sexual violence report..

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં મહિલાઓ વિરુદ્ધ જાતિય હિંસાનો વધી રહેલો ગ્રાફ ચિંતાજનક છે. મહાનગરપાલિકાના ( BMC ) આંકડા મુજબ, ગયા વર્ષે શહેરમાં મહિલાઓ ( Women ) સામેના કુલ 15,406 જાતીય હિંસાના કેસ નોંધાયા હતા. આ આંકડાઓ અનુસાર, દરરોજ 42 મહિલાઓ જાતિય હિંસાનો શિકાર બની રહી છે, જ્યારે દર કલાકે સરેરાશ બે મહિલાઓ જાતિય હિંસાનો શિકાર બની રહી છે. એકંદરે, આ આંકડાઓએ શિંદે સરકાર હેઠળના મહિલાઓની સુરક્ષાના ( women safety ) દાવાઓ, તેમજ નારી શક્તિ વંદનના દાવાઓ ખુલ્લા પાડ્યા છે અને સાબિત કર્યું છે કે આ દાવાઓમાં કોઈ તથ્ય નથી. આજે પણ શિંદે સરકારના શાસનમાં મુંબઈમાં મહિલાઓ અસુરક્ષિત છે. 

નોંધનીય છે કે ઘરેલુ હિંસા એ મહિલાઓ સામેની હિંસાનું ( sexual violence ) સૌથી વ્યાપક સ્વરૂપ છે. ( National Family Health Survey ) નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના ડેટા અનુસાર, શહેરી વિસ્તારોમાં 24 ટકા મહિલાઓએ તેમના પાર્ટનર તરફથી શારીરિક હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે 18 થી 49 વર્ષની વચ્ચેની 2.5 ટકા ગર્ભવતી મહિલાઓને શારીરિક હિંસાનો સામનો કરવો પડે છે. જેમાં એકંદરે, 77 ટકાથી વધુ મહિલાઓ આવી ઘટનાઓ અથવા અનુભવો વિશે સીધી જાણ કરવાનું અથવા વાત કરવાનું ટાળે છે.

 મુંબઈની મહિલાઓ પણ ઘરેલું હિંસાનો શિકાર બની રહી છે..

આમાં મુંબઈની મહિલાઓ પણ આવી હિંસાનો શિકાર બની રહી છે. મહાનગરપાલિકા વતી, ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે, મહાનગર પાલિકાની હોસ્પિટલોમાં 12 રાહત કેન્દ્રો અને બે વન સ્ટોપ કેન્દ્રો એમરજન્સી કેન્દ્રો કાર્યરત છે. અહીં જાતીય હિંસાની શંકાસ્પદ મહિલાઓને વિવિધ OPD અથવા IPDS માંથી રિફર કરવામાં આવે છે. પોલીસ દ્વારા POCSO કેસોમાં અને કેટલીકવાર મેડીકલ તબક્કાના કેસોમાં દર્દીઓને આ કેન્દ્રોમાં લાવવામાં આવે છે. હોસ્પિટલમાં સંબંધિત દર્દીની તપાસ સાથે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. પરંતુ મુંબઈમાં જે રીતે મહિલાઓ વિરુદ્ધ જાતિય હિંસાના કિસ્સાઓ વધ્યા છે. તે જોતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે શિંદે સરકાર આવા કિસ્સાઓને રોકવા માટે કોઈ પગલાં લઈ રહી નથી. સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો ખોટી નીતિઓને કારણે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આવા વાતાવરણમાં મહિલાઓ પણ અસ્વસ્થતા અનુભવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Flipkart Sale: ફ્લિપકાર્ટ પર બમ્પર સેલ! ₹35000 ના ડિસ્કાઉન્ટ કિંમતે રૂ. 1 લાખનું મેકબુક, Appleના આ પ્રોડક્ટ્સ પર પણ ઑફર્સ ચાલુ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 દરમિયાન, 15,406 મહિલાઓ અને 1,251 કિશોરીઓ કે જેઓ જાતીય હિંસાનો ભોગ બન્યા હતા. તેમની તપાસ અને રાહત કેન્દ્રોમાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ પછી, આ કેન્દ્રો પર જાતીય હિંસાનો ભોગ બનેલી 1,707 મહિલાઓ અને 530 કિશોરીના નામો નોંધાયા હતા. તે તમામને કાઉન્સેલિંગ તેમજ જરૂરી તબીબી સહાય તેમજ કાયદાકીય અને પોલીસ સહાય પૂરી પાડવામાં આવી હતી.

હાલ આમાં મહાનગપાલિકાના આરોગ્ય વિભાગે જાતીય હિંસા અંગે જાગૃતિ લાવવા અને તેનાથી પીડિત મહિલાઓને મદદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરવા એક પહેલ પણ શરૂ કરી છે. આ અંતર્ગત રાહત કેન્દ્રોમાં પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી એમપજન્સી સેવાઓનો હવે વિસ્તાર કરવામાં આવશે. મહાપાલિકાના પ્રસૂતિ કેન્દ્રોમાં જાતીય હિંસા માટે પ્રાથમિક તપાસ અને અન્ય સેવાઓ પૂરી પાડવા માટે ‘દિશા’ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. તો તમામ કેન્દ્રોમાં સ્ક્રીનીંગ, કાઉન્સેલિંગ અને રેફરલ સેવાઓ પૂરી પાડવા માટે નર્સોની ક્ષમતા પણ વધારવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય આપલા દ્વારી યોજનામાં જાતીય અને ઘરેલુ હિંસા અંગે પણ જનજાગૃતિ ફેલાવાશે.

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More