ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં ત્રણ જાન્યુઆરી 2022થી 15થી 17 વર્ષના એજ ગ્રુપ બાળકોનું વૅક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી બાળકોના વૅક્સિનેશનને મોળો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાઈ આવ્યું છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાએ બાળકોના વૅક્સિન આપવા માટે વૅક્સિનેશન સેન્ટરમાં અલાયદા બુથ ઊભા કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ મહાનગર પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ મુંબઈમાં હજી બાળકોના વૅક્સિનેશનને ઓછો પ્રતિસાદ મળ્યો છે. તેથીપાલિકા દ્વારા નાગરિકોને તેમના બાળકોને વૅક્સિન આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેથી વધુને વધુ લોકો આગળ આવશે એવું અનુમાન છે. તેથી અત્યાર સુધી નવ સેન્ટરમાં બાળકોનું વૅક્સિનેશન ચાલુ હતું, તે હવે મુંબઈમાં 350 સેન્ટર પર વૅક્સિન માટે સ્વતંત્ર બુથ ઊભા કરવામાં આવવાના છે.
પાલિકા એ સિવાય સ્કૂલ, કોલેજ અને જયાં વસતી વધુ હોય તેવા વિસ્તારમાં કેમ્પનું આયોજન કરીને બાળકોને વૅક્સિન આપવાની યોજના બનાવી રહી છે.