News Continuous Bureau | Mumbai
India Canada Row: ભારત અને કેનેડા (India Canada) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈ (Mumbai) માં તેના વિઝા ( Visa ) અને કોન્સ્યુલર એક્સેસ ( Consular Access) બંધ કરી દીધા છે. હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા (Canada) જવા માંગે છે. તેણે હેડ ઓફિસ દિલ્હી (Delhi) થી વિઝા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. કેનેડાએ હજુ સુધી તેના આ નિર્ણય પાછળનું કોઈ કારણ જણાવ્યું નથી.
મુંબઈ ઓફિસમાં કામ કરતા સ્ટાફનું કહેવું છે કે, નાગરિકો તેમની સમસ્યાઓ માટે અમને મેઈલ કરી શકે છે. હાલમાં કચેરીમાં તમામ પ્રક્રિયાઓ બંધ કરવામાં આવી છે. વિઝા સંબંધિત તમામ કામ હવે દિલ્હી ઓફિસમાંથી થશે. ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar) ની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. જે બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ( Justin Trudeau) એ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Pune News: મુંબઈમાં પુણે-દિલ્હી ફ્લાઈટની થઈ ઈમરજન્સી લેન્ડિંગ! પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદ, પછી કહ્યું, મારી બેગમાં બોમ્બ… જાણો શું છે આ સમગ્ર પ્રકરણ..વાંચો વિગતે અહીં..
ભારતમાં હાઈ કમિશનમાંથી 41 રાજદ્વારીઓને હટાવ્યા છે….
આ પછી કાર્યવાહી કરીને કેનેડાએ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. તે જ સમયે સામે જવાબ આપતા ભારતે કેનેડિયન રાજદ્વારીને પણ હટાવી દીધા. આ પછી શુક્રવારે કેનેડાની સરકારે માહિતી આપી કે, તેણે ભારતમાં હાઈ કમિશનમાંથી 41 રાજદ્વારીઓને હટાવ્યા છે.
કેનેડાના આરોપો બાદ ભારતે તેમના પ્રત્યે કડક વલણ દર્શાવ્યું છે. ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કેનેડાએ ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમજ તેણે કહ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. કહેવાય છે કે ભારત સિવાય કેનેડા એવો દેશ છે જ્યાં શીખોની સંખ્યા સૌથી વધારે પ્રમાણમાં છે. કેનેડામાં ઘણી વખત ખાલિસ્તાનના સમર્થનમાં અને ભારત વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવે છે.