Sewri–Nhava Sheva Sea Link : દેશના સૌથી લાંબા દરિયાઈ માર્ગ શિવડી-ન્હાવા શેવા સમુદ્રી પુલ ઝગમગી ઉઠ્યો, જુઓ ફોટો..

India's longest sea bridge, Sewri–Nhava Sheva Sea Link bridge lit up with 1200 lights
India's longest sea bridge, Sewri–Nhava Sheva Sea Link bridge lit up with 1200 lights

News Continuous Bureau | Mumbai  

Sewri–Nhava Sheva Sea Link : દેશના સૌથી લાંબા દરિયાઈ માર્ગ તરીકે ઓળખાતા ‘અટલ બિહારી વાજપેયી ( Atal Bihari Vajpayee ) શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ’ ( Sewri–Nhava Sheva Sea Link ) નું ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન થશે. મુંબઈ  ( Mumbai ) અને નવી મુંબઈ ( Navi Mumbai ) ને જોડતા 22 કિમીના શિવડી-ન્હાવા શેવા સાગરી સેતુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ પુલ ( Bridge ) 1200 લાઈટોથી શાબ્દિક રીતે ઝગમગી ઉઠ્યો છે. બ્રિજમાં 130 સીસીટીવી કેમેરા ( CCTV Camera ) પોલ પણ સામેલ છે. આ પુલ પર 1089 થાંભલા અને 1 હજાર 200 ઈલેક્ટ્રીક પોલ છે જેમાં સિક્સ લેન અને ઈમરજન્સી રોડ ( Emergency road )  છે.

1200 લાઈટોથી ઝગમગી ઉઠ્યો પુલ 

India's longest sea bridge, Sewri–Nhava Sheva Sea Link bridge lit up with 1200 lights

સમય અને ઈંધણની મોટી બચત થશે

21.8 કિમી લાંબા શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ દરિયાઈ માર્ગને કારણે, નવી મુંબઈથી મુંબઈનું અંતર કોઈપણ અવરોધ વિના 20 થી 25 મિનિટમાં પાર કરી શકાશે. આ પ્રોજેક્ટમાં મુખ્ય ભૂમિ પર શિવડી અને ન્હાવા શેવાને જોડતો લગભગ 22 કિલોમીટર લાંબો છ સ્પાન પુલનો સમાવેશ થાય છે. આ બ્રિજ પરથી 100 કિમી/કલાકની ઝડપે વાહનવ્યવહાર થશે. તેથી સમય અને ઈંધણની મોટી બચત થશે. નવી મુંબઈમાં ઉરણ, ઉલવે, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે સાથે કનેક્ટિવિટી  હશે, તેથી આ પ્રવાસમાં પણ ઝડપ આવશે. મુંબઈ અને નવી મુંબઈ, રાયગઢ, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને મુંબઈ-ગોવા હાઈવે વચ્ચેનું અંતર લગભગ 15 કિમી જેટલું ઘટશે, જેનાથી ઈંધણ, પરિવહન ખર્ચ અને સમયની લગભગ એક કલાકની બચત થશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Gangwar: મુંબઈના આ વિસ્તારમાં થયો ગેંગવોર.. બદમાશોએ દિવસના અજવાળે કર્યું અંધાધૂંધ ફાયરિંગમાં.. 1નું મોત.. આટલા લોકો થયા ઘાયલ..

સરકાર બદલાતા જ પ્રોજેક્ટને મળ્યો વેગ 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર ( Maharashtra govt ) દરમિયાન આ પ્રોજેક્ટ 15 વર્ષથી વધુ સમયથી અટકી પડ્યો હતો. જો કે, રાજ્યમાં સત્તા બદલતાની સાથે જ, દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રોજેક્ટને વાસ્તવિક વેગ મળ્યો. જો કે, 2019 માં આવેલી ઠાકરે સરકાર ( Thackeray Govt ) દરમિયાન, પ્રોજેક્ટનું બાંધકામ ધીમી પડી ગયું હતું. પછી 2022 માં, ઉદ્ધવ ઠાકરેની સરકાર ગઈ અને મહાયુતિ સરકારની રચના થઈ, આ પ્રોજેક્ટને ફરીથી વેગ મળ્યો. એકવાર આ દરિયાઈ પુલ પૂર્ણ થઈ જશે તો ભારતના ઈજનેરી ક્ષેત્રે મહારાષ્ટ્રનું નામ સુવર્ણ અક્ષરોમાં કોતરાઈ જશે.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!