ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ 2021
શનિવાર.
અંધેરી (વેસ્ટ)માં જુહુ ગલીમાં મુંબઈનો અત્યાર સુધીનો સૌથી મોટો સાર્વજનિક શૌચાલય કૉમ્પ્લેક્સ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નાગિરકો માટે ખુલ્લા મૂકવામાં આવનારા અત્યાધુનિક સગવડ ધરાવતા આ શૌચાલય કૉમ્પ્લેક્સમાં 88 સિટિંગ ટૉઇલેટ બ્લૉક છે.

મુંબઈ મહાનગરપાલિકાના સ્લમ સેનિટેશન પ્રોજેક્ટ હેઠળ આ કામ કરવામાં આવ્યું હોવાનું નગરસેવિકા મેહર મોહસીન હૈદરે જણાવ્યું હતું. આ શૌચાલય કૉમ્પ્લેક્સમાં ઉપરના માળે જેન્ટ્સ માટે શૌચાલય છે, તો ગ્રાઉન્ડ ફ્લોરમાં મહિલાઓ માટે શૌચાલય છે. શારીરિક રીતે અક્ષમ લોકો માટે પણ અલગથી શૌચાલય બનાવવમાં આવ્યાં છે.



આ અગાઉ પણ 2018માં અંધેરી(વેસ્ટ)ના ગિલબર્ટ હિલ વિસ્તારમાં 55 સીટરનું જમ્બો સીટર પબ્લિક લેવેટરી કૉમ્પ્લેક્સ આ વિસ્તારમાં ખુલ્લો મુકાયો હતો. 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 324 ટૉઇલેટ સીટર સાથેના વધુ 8 પબ્લિક લેવેટરી કૉમ્પ્લેક્સ ઊભા કરવામાં આવવાના હોવાનું મેહર મોહસીન હૈદરે જણાવ્યું હતું.