ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ફેબ્રુઆરી 2021
ભારતીય રેલવેમાં પહેલી વખત દોડી રહેલી પ્રાઇવેટ ટ્રેન એટલે કે તેજસ ના મોટરમેન એ ગંભીર ભૂલ કરી છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહી હતી તે સમયે તે અંધેરીમાં ઊભા રહેવાનું ભૂલી ગઈ.
આવું શા માટે થયું તે સંદર્ભે રેલવે પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે.વાત એમ બની કે ટ્રેન બોરીવલી ઉભી રહ્યા બાદ અંધેરી ઊભા રહેવાના સ્થાને સીધેસીધી દાદર જતી રહી જેને કારણે આશરે 42 જેટલા પ્રવાસીઓને તકલીફ સહન કરવી પડી.