ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
મુંબઈમાં ચોમાસું પૂરું થઈ ગયું છે, પણ રસ્તાની હાલતમાં કોઈ સુધારો થયો નથી. હજી પણ મોટા ભાગના રસ્તાઓ પર ખાડાઓ પડ્યા હોવાથી મુંબઈગરાને રોજની હાલાકી ભોગવી પડી રહી છે, ત્યારે એકાદું પેગ્વિન ઓછું પાળો પણ રસ્તા પરના ખાડા પૂરીને મુંબઈગરાનો જીવ લેતા રોકો એવો કટાક્ષ કરતો પત્ર ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરને લખ્યો છે.
મુંબઈમાં શિવસેના 30 વર્ષથી એકહથ્થુ શાસન કરે છે, પરંતુ મુંબઈગરાએ તેમના પર મૂકેલા વિશ્વાસની તેમને કોઈ કદર નથી. મુંબઈના રસ્તાના ખાડા પાછળ 22 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ રસ્તા ખાડા મુક્ત થયા નથી. મુંબઈગરાએ ભરેલા કરના પૈસા કૉન્ટ્રૅક્ટરોનાં ખિસ્સાંમાં ગયા છે. પાલિકા કમિશનર કોઈને મળતા નથી. શું પાલિકાના અધિકારીઓ પર પણ શિવસેના કૉન્ટ્રૅક્ટરોના માધ્યમથી દબાણ લાવી રહી છે એવા સવાલ નિતેશ રાણેએ મેયરને પત્ર લખીને કર્યો છે.
ગુજરાતી વર્સિસ મરાઠી! મીરા રોડમાં ગુજરાતી મકાનમાલકણ સામે આ કારણથી નોંધાયો પોલીસમાં ગુનો; જાણો વિગત
નિતેશ રાણેએ પેંગ્વિન અને શિવસેના પર કરેલા ભ્રષ્ટાચારના આરોપ સામે શિવસેનાના યુવા નેતા અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ ફાલતુ વિષય પર બોલવાને બદલે અમે વિકાસ કાર્યો પર ધ્યાન આપીએ છીએ એવો જવાબ મીડિયાને આપ્યો હતો.