News Continuous Bureau | Mumbai
International Yoga Day 2024: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ઉત્તર મુંબઈ લોકસભા સાંસદ, પીયૂષ ગોયલ એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ઉત્તર મુંબઈ લોકસભા મતવિસ્તારના ચારકોપ કાંદિવલી પશ્ચિમમાં વિશાળ યોગ અભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
International Yoga Day 2024: કાર્યક્રમમાં યોગાભ્યાસ કર્યા
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ચારકોપ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત એક કાર્યક્રમમાં યોગાભ્યાસ કર્યા બાદ તેમના નિવેદનમાં સંદેશો આગળ ધપાવ્યો – “યોગાસન દ્વારા આરોગ્ય અને માનસિક શાંતિને મજબૂત કરવા માટેનો સુયોગ”
#WATCH | Union Minister Piyush Goyal takes part in a Yoga session in Mumbai, on the occasion of International Day of Yoga. pic.twitter.com/oiVx1xTYYs
— ANI (@ANI) June 21, 2024
પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી અને સંસ્થાના પ્રમુખ મુકેશ ભંડારી અને હજારો નાગરિકો સાથે વાણિજ્ય મંત્રી ગોયલ પોઈસર જીમખાના કાંદિવલી પશ્ચિમ, બોરીવલી કોરકેન્દ્ર ડોમ ખાતે ધારાસભ્ય સુનિલ રાણે અને દહિસર ગોપીનાથ મુંડે શક્તિ મેદાન ખાતે ધા.મનીષા ચૌધરી દ્વારા આયોજિત યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Taloja Godown Fire: નવી મુંબઈના આ વિસ્તારના ભંગારના ગોદામમાં ફાટી નીકળી ભીષણ આગ, આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો; વીડિયો
International Yoga Day 2024 યોગાસનનો તેમની જીવનશૈલીમાં સમાવેશ કરવા આગ્રહ કર્યો
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પીયૂષ ગોયલે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 21મી જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા મેળવવા બદલ આભાર અને ખુશી વ્યક્ત કરી હતી.
ઉપસ્થિત યુવાવર્ગ, અને વિદ્યાર્થીઓને માનસિક શાંતિ અને શારીરિક શક્તિ માટે યોગાસનનો તેમની જીવનશૈલીમાં સમાવેશ કરવા આગ્રહ કર્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.