ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈ ડ્રગ્સ કેસની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી શકે છે. આ કેસની કડીઓ આંતરરાષ્ટ્રીય રૅકેટ સાથે જોડાયેલી હોઈ શકે છે એવું સૂત્રોનું કહેવું છે. આ હાઈપ્રોફાઇલ કેસમાં મોટા ષડ્યંત્ર અને દેશ માટે સંભવિત ખતરાને જોતાં NIAને તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે. અગાઉ પણ મુંબઈ ડ્રગ્સ કેસની તપાસમાં ગેરરીતિના અનેક આક્ષેપો થયા છે.
સૂત્રોએ જણાવ્યું છે કે NIAની ટીમ મુંબઈ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની ઝોનલ ઑફિસમાં આવી હતી અને અહીં લગભગ બે કલાક વિતાવ્યા હતા. ડ્રગ્સ કેસમાં મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ આ કેસની તપાસમાં વાનખેડે પોતે અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. કેસના સાક્ષી પ્રભાકર સેલે વાનખેડે પર કેસને બંધ કરવા માટે 25 કરોડ રૂપિયા માગવાનો આરોપ લગાવ્યો છે. આ પછી તે પોતે જ ગાયબ છે. સૂત્રોનું કહેવું છે કે NIAને તપાસકાર્ય સોંપવાની સૂચના પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.
દિવાળીમાં ફટાકડા ફોડવા કે નહીં? સુપ્રીમ કોર્ટે કહ્યું : દિવાળીમાં ફટાકડા ફોડી શકાશે પણ…
એ જ સમયે NCB કેસની તપાસ NIAને સોંપવા માટે વાંધો ઉઠાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCBને લાગે છે કે NIAની દખલગીરી ભવિષ્યની અન્ય તપાસમાં એની સત્તા અને વિશ્વસનીયતાને નબળી પાડશે.