ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
નવરાત્રી, દશેરા જેવા હિંદુ તહેવારો દરમિયાન આતંકી હુમલા કરનારા કાવતરાખોરોને દિલ્હી પોલીસે પકડી પાડ્યા છે. એમાં મુંબઈમાંના ધારાવી વિસ્તારના રહેવાસી જાન મોહમ્મદ શેખની દિલ્હી પોલીસે કોટા રેલવે સ્ટેશનથી ધરપકડ કરી હતી. જાન મોહમ્મદ પર મહારાષ્ટ્ર ઍન્ટી ટેરરિઝમ સ્કવોડ(એટીએસ)ની નજર હતી. છતાં મુંબઈ અને રાજ્યમાં આ કાવતરાં ઘડાઈ રહ્યાં હતાં ત્યારે રાજ્યની ઍન્ટી ટેરરઝિમ સ્ક્વોડ (એટીએસ) શું સૂતી હતી? એવો સવાલ ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે કર્યો છે. એટીએસની નિષ્ક્રિયતા સામે ભાજપ આક્રમક થઈ ગયો છે અને એટીએસની કામગીરી જ નહીં, પણ રાજ્યના ગૃહ ખાતાના સુસ્ત કારભારની પણ સખત ટીકા ભાજપે કરી છે. પોલીસ પર રહેલા રાજકીય દબાણને કારણે આ બાબતો પ્રત્યે દુર્લક્ષ થઈ રહ્યું હોવાનો આરોપ પણ આશિષ શેલારે કર્યો છે.
મુંબઈના રાણીબાગમાં સિંહ લાવવા માટે આ પ્રાણી આપી દેવાં પડશે, એક આવશે અને એક જશે; જાણો વિગત
નૉન કૉગ્નિઝેબલ ઑફેન્સમાં કેન્દ્રીય પ્રધાનની ધરપકડ કરનારા પોલીસ આતંકવાદીઓને મુદ્દે સૂતી હતી કે? એ બાબતે રાજ્યનું ગૃહ ખાતું જવાબ આપે. પોલીસની ઇન્ટેલિજન્સ ફેલર ઉપર પણ ગૃહપ્રધાન પાસેથી ભાજપે જવાબ માગ્યો હતો. રાજ્યની પોલીસ બિનમહત્ત્વની ફાલતુ બાબતો પર ધ્યાન આપી રહી છે. રાજ્યની પોલીસ સક્ષમ છે, પરંતુ રાજકીય દબાવ, સરકારની જૂથબાજી, વસૂલીબાજી અને સોદાઓ કરવાની પરિસ્થિતિ રાજ્યની પોલીસ પર આવી ગઈ છે એવો આરોપ પણ ભાજપે કર્યો છે.