Site icon

ચોર ઉલટો કોટવાલને દંડે! પોલીસની મંજૂરી વગર મુંબઈમાં સભા કનારા ઓવૈસીએ સરકારને જ આ મુદ્દે ઘેરવાની કોશિશ કરી. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

સોમવાર. 

મુંબઈમાં 144મી કલમ લાગુ કરી હોવા છતાં તેનો ભંગ કરીને સભાનું આયોજન કરનારા ઓલ ઈન્ડિયા મજલિસ-ઈ-ઈત્તેહદુલ મુસ્લિમિને (AIMIM)ના નેતાએ ઉલ્ટો ચોર કોટવાલને દંડે એમ મહારાષ્ટ્ર સરકારને જ ઘેરવાની કોશિશ કરી છે

 AIMIMની તિરંગા રેલીનો વિરોધ કરીને મુંબઈમાં 144 કલમ લગાવવી, ઓમાઈક્રોનનું કારણ આપવામાં આવ્યું હતું, તો શું  આ જ કારણ આગળ કરીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની  મુંબઈમાં થનારી સભા પર પ્રતિબંધ મુકવામાં આવશે?  એવો સવાલ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે 26 ડિસેમ્બરના કોંગ્રેસના 128માં સ્થાપના દિન નિમિત્તે કોગ્રેસે મુંબઈમાં સભાનું આયોજન રાખ્યું છે, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેવાના છે. 

રાહુલ ગાંધી મુંબઈમાં આવશે ત્યારે શું કોઈ ઓમીક્રોન નહીં હોય? 144 લાગુ નહીં પડશે ? આ ઓમીક્રોનને કારણે પાલિકાની ચૂંટણી રોકી દેશો? મહારાષ્ટ્રમાં કેટલા જિનોમ સિક્વેન્સિંગ કર્યા ? કેટલા લોકોએ વેક્સિન લીધી? તેના જવાબ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પાસે છે શું? એવા સવાલો કરીને  AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્ર સરકારને અને મુંબઈ પોલીસને જ આરોપીને કટેડામા ઊભા કરવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો.

AIMIM ની રેલીને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે તકેદારીના પગલારૂપે શુક્રવાર રાતથી સોમવાર રાત મુંબઈમાં 144મી ધારા લગાવી હતી. તેથી રેલી અને સભા કરવા પર પ્રતિબંધ હોવા છતાં ઓલ ઈન્ડિયા મજલિસ-ઈ-ઈત્તેહદુલ મુસ્લિમિને (AIMIM)  મુંબઈના ચાંદીવલીમાં બિન્દાસ સભાનું આયોજન કરીને મુંબઈમાં કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. મુસ્લિમનો આરક્ષણને લઈને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વમાં શનિવારે રાજયભરમાંથી આવેલા મુસલમાનોએ મોર્ચો કાઢીને આ સભામાં જોડાયા હતા

રાજ્યમાં થોડા સમય પહેલા જ રઝા અકેદમીના આંદોલન કારણે ઠેર ઠેર તોફાનો થયા હતા, તેથી મુંબઈ પોલીસે આ મોર્ચાને મંજૂરી આપી નહોતી અને મુંબઈમં 144મી કલમ લગાવીને પાંચથી વધુને સાથે રહેવા પર સભા અને રેલીના આયોજન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. છતાં રાજયભરમાંથી મુસલમાનો મુંબઈમાં આવ્યા હતા અને ચાંદિવલીમાં સભા પણ યોજાઈ હતી.

NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ફરી એક્શન મોડમાં, આજે મુંબઈમાં આટલા સ્થળોએ પાડ્યા દરોડા; જાણો વિગતે 

AIMIMના મોર્ચાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલારૂપે પોલીસે મુંબઈમાં સોમવાર રાત સુધી મોર્ચો, રેલી અથવા કોઈ પણ આંદોલનને પરવાની આપી નથી. છતાં અમે મોર્ચો કાઢશું જ એવી ચીમકી AIMIM સાંસંદ ઈમ્તિયાઝ જલિલે આપી છે. આ મોર્ચાને અસદુદ્દીન ઓવૈસી સંબોધવાના છે. મુસ્લિમ આરક્ષણના મુદ્દા પર મોર્ચો કાઢવામાં આવવાનો હોવાનું અગાઉ જ ઓવૈસીએ જાહેર કર્યું હતું .

અહીં ઉલ્લેખનીય છે કે રઝા અકેદમીએ રાજયભરમાં મોર્ચા, દેખાવો કર્યા હતા, ત્યારે આ સમાજના તોફાની તત્વોએ તોફાન અને હુલ્લડો કર્યા હોવાનો આરોપ પહેલા જ તેમના પર થઈ ચૂકયો છે. પોલીસે તેની ગંભીર દખલ લઈને મુબઈમાં મોર્ચો અને દેખાવો કરવા પર પ્રતિબંધ મૂકી દીધા છે. આદેશમાં અમરાવતી અને નાંદેડમાં થયેલા તોફાનનો ઉલ્લેખન કરવામા આવ્યો છે. તેમ જ રાજયમાં હાલ કોરોના નો નવો વેરિયન્ટ ઓમીક્રોન પણ ફેલાઈ રહ્યો છે, તેથી તકેદારીના પગલારૂપે રેલી અને આંદોલન તથા સભાની મંજૂરી આપવામાં આવતી ન હોવાનું પણ પોલીસે આદેશમાં કહ્યું છે. 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version