ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 જૂન 2021
બુધવારે
મુંબઈમાં એંકદરે કોરોનાની પરિસ્થિત નિયંત્રણમાં આવી રહી છે, પરંતુ પશ્ચિમ પરામાં આવેલા કાંદિવલીમાં વૉર્ડવાઇસ્ડ સીલ ફ્લોરની સંખ્યા મુંબઈમાં સૌથી હાઈએસ્ટ છે. હાલ અહીં કોરોનાના નવા દર્દી મળી આવવાને પગલે 728 ફ્લોર સીલ કરવામાં આવ્યા છે. એથી શું કાંદિવલી કોરોનાનું નવું હૉટ સ્પૉટ તો નથી બની ગયું? એવી ચિંતા સ્થાનિક નાગરિકોને સતાવી રહી છે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે. નવા કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. જોકે પશ્ચિમ ઉપનગરમાં ખાસ કરીને બોરીવલી અને કાંદીવલીમાં દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું જણાઈ રહ્યું છે. એમાં પણ ખાસ કરીને કાંદિવલીમાં કોરોનાને પગલે બિલ્ડિંગમાં સીલ કરવામાં આવેલા ફ્લોરની સંખ્યા 728 છે, જે મુંબઈમાં સૌથી હાઈએસ્ટ છે. મુંબઈ પાલિકા સબ કુછ સલામતના દાવા કરી રહી છે, પણ સીલ કરવામાં આવેલા ફ્લોરની સંખ્યા ચિંતાજનક છે. વૉર્ડવાઇસ્ડ કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા પણ આઠ છે. એથી ધારાવી બાદ શું કાંદિવલી કોરોનાનું નવું હૉટ સ્પૉટ બની રહ્યું છે? એવી ચર્ચા સહેજે થઈ રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોનાના અત્યાર સુધી સૌથી વધુ દર્દી નોંધાવવામાં પણ કાંદિવલીનો ચોથો નંબર છે. અત્યાર સુધી અહીં કુલ 43,153 કોરોનાના દર્દી નોંધાયા છે. હાલ અહીં ઍક્ટિવ કેસની સંખ્યા 1,504 છે, તો કુલ મૃત્યુઆંક 852 છે. કાંદિવલીમાં કોરોનાનો ગ્રોથ-રેટ 0.16 ટકા છે.
બોરીવલીમાં આજે માત્ર એક જ જગ્યાએ વેક્સિન મળશે; જાણો વિગત
એક તરફ BMC વેક્સિનેશન સેન્ટર વધારવાના દાવા કરી રહી છે, તો અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગયા વર્ષથી અત્યાર સુધી બોરીવલી (R-C વૉર્ડ)માં કોરોનાના કુલ 48,372 કેસ નોંધાયા છે. જે મુંબઈમાં બીજા નંબરે સૌથી હાઈએસ્ટ કહેવાય છે. બોરીવલીમાં અત્યાર સુધી 906 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે. હાલ અહીં 22,762 ઍક્ટિવ કેસ છે. બોરીવલીમાં કોરોનાનો ગ્રોથ-રેટ 0.19 ટકા છે. કોરોનાના દર્દી મળી આવે એ બિલ્ડિંગ અથવા માળાને સીલ કરી દેવામાં આવે છે, જેમાં બોરીવલીમાં જુદાં-જુદાં બિલ્ડિંગમાં કુલ 157 ફ્લોર સીલ કરવામાં આવ્યા છે. પાંચ અથવા એનાથી વધુ કોરોનાના દર્દી મળે તો બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે. જોકે બોરીવલીમાં હાલ એક પણ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું નથી.