News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં છેલ્લા થોડા દિવસથી લાઉડસ્પીકર(Loudspeaker)ને લઈને ગજબનું રાજકારણ ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈ(Mumbai)માં રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર(Loudspeaker) વગાડવા પર મુંબઈ પોલીસ(Mumbai Police) દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવે એવી શક્યતા છે. જોકે રાજ્યના જોકે ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે(State Home Minister Dilip Walse Patil) કહ્યું હતું કે રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ લાઉડસ્પીકર(Loudspeaker) અંગે નિર્ણય લઈશું.
એમએનએસ(MNS) અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)એ મસ્જિદ(Mosque)માં વાગતા લાઉડસ્પીકર(Loudspeaker) સામે હનુમાન ચાલીસા(Hanuman Chalisa)નો પાઠ કરવાની ચેતવણી આપ્યા બાદ હિંદુ સંગઠનો સક્રિય થઈ ગયા છે. ભાજપના નેતાએ પણ મંદિરોમાં હનુમાન ચાલીસા(Hanuman Chalisa) માટે લાઉડસ્પીકર(Loudspeaker) મફતમાં આપવાની ઓફર કરી છે. લાઉડસ્પીકર(Loudspeaker row)નો વિવાદ સતત વકરી રહ્યો છે ત્યારે મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે(Mumbai Police Commissioner Sanjay Pandey) મુંબઈ(Mumbai)માં રાતના 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી લાઉડસ્પીકર(Loudspeaker) વગાડવા પર પ્રતિબંધ મૂકવા બાબતે વિચારધીન હોવાનું કહેવાય છે. આ સમયમાં ધાર્મિક સ્થળ પર લાઉડસ્પીકર(Loudspeaker) વગાડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે એવા પણ અહેવાલ છે. સાઈસેન્ટ ઝોનમાં પણ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ હશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં રેલવે સ્ટેશનનું નામ ઉર્દૂમાં પણ લખાય છે. વિશ્ર્વાસ નથી થતો? જુઓ આ ફોટોગ્રાફ
જોકે રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે લાઉડસ્પીકરને લઈને તમામ રાજકીય પક્ષો સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ આ બાબતે નિર્ણય લેવામાં આવશે એવી જાહેરાત કરી છે.