ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
સોસાયટીમાં વૃક્ષતોડવા અથવા પડેલા વૃક્ષોને લઈ જવા પાલિકાની જવાબદારી છે. તે બદલ સોસાયટી પાસેથી પૈસા લેવા તે સદંતર ખોટી વાત છે તેવું નિવેદન મુંબઈ જિલ્લા સહકારી ગૃહનિર્માણ મહાસંઘે કર્યું છે. હકીકતે પાલિકાએ થોડાક દિવસો પહેલા પડી ગયેલા વૃક્ષને ઉપાડવા માટે મસમોટી ૮૫ હજાર રૂપિયાની રકમ લીધી હતી. તે બાબતનો અહેવાલ એક પ્રતિષ્ઠિત મરાઠી દૈનિકે પ્રસ્તુત કર્યો હતો, ત્યાર બાદ મુંબઈ જિલ્લા સહકારી ગૃહનિર્માણ મહાસંઘે આ અંગે પાલિકા સામે આંખ લાલ કરી છે અને પાલિકા કમિશ્નરને પત્ર લખ્યો છે.
મુંબઈ જિલ્લા સહકારી ગૃહનિર્માણ મહાસંઘે પત્રમાં જણાવ્યું છે કે “ઘણી સોસાયટીની નાણાકીય હાલત હાલ કફોડી બની છે. તેવામાં પાલિકા ઝાડ તોડી અને તેને લઈ જવા માટે જે બેફામ ચાર્જ વસૂલે છે તે નિશ્ચિતપણે અયોગ્ય છે.” ઝાડ તોડવા અને તૂટી પડેલા ઝાડને લઈ જવા તે પાલિકાની જવાબદારી છે. તે બદલ પાલિકા ચાર્જ લઈ શકે નહિ.
મુંબઈ માં હવે રોબટ કરશે કાર પાર્કિંગ. પહલી વાર આ નવી ટેકનીક મુંબઈ માં અસ્તિત્વ માં આવી. જાણો વિગત
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લગભગ ૪૫ હજારથી ૪૬ હજાર સહકારી સોસાયટી છે. આ સંસ્થા તેમાંની ૨3 હજાર વધુ સહકારી સોસાયટીઓ સાથે જોડાયેલી છે. તેથી મોટા ભાગની સોસાયટીઓની પણ આ જ ભૂમિકા હોય તેવું જણાય છે. હવે આ બદલ પાલિકાનો શું મત છે તે જોવો રહ્યો.