Site icon News Continuous Bureau | Mumbai

વિક્રોલી જવાનું હવે આસાન બનશે, પ્રશાસને જોગેશ્વરી-વિક્રોલી લિન્ક ઉપરાંત આ રોડ પણ ચાલુ કર્યો;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પશ્ચિમ ઉપનગરથી પૂર્વ ઉપનગર જવા માટે જોગેશ્વરી-વિક્રોલી લિન્ક (JVLR) રોડનો ઉપયોગ કરનારાઓને ટ્રાફિકથી થોડી રાહત મળશે. JVLR પરના ટ્રાફિકને દૂર કરવા માટે સિપ્ઝ ગેટ નંબર-3થી આરે કૉલોનીમાં જતા જૂના રોડને ફરી ચાલુ કરવામાં આવનાર છે.  

જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર હાલ મેટ્રોનું કામ પણ ચાલી રહ્યું છે. એથી  ટ્રાફિકની સમસ્યા વધુ વકરી ગઈ છે. આ રસ્તો પશ્ચિમ ઉપનગર અને પૂર્વ ઉપનગરને  જોડે છે. સાથે જ સિપ્ઝ એરિયા અને અંધેરીમાં અનેક કંપનીઓ હોવાથી નવી મુંબઈ, થાણેથી આવનારા વાહનચાલકો પણ એનો ઉપયોગ કરે છે. એથી સવાર-સાંજ અહીં માથું દુખાવી નાખનારો ટ્રાફિક હોય છે. એમાં પણ સિપ્ઝથી કોલાબા વચ્ચેની મેટ્રો ચાલુ થયા બાદ આ સમસ્યા વધુ વકરવાની શક્યતા છે.

એથી ટ્રાફિકની સમસ્યા થોડી હળવી થાય એ માટે સિપ્ઝના મુખ્ય પ્રવેશદ્વાર-3થી આરે કૉલોનીમાં વાહનો સીધો પ્રવેશ કરે એવો પ્રયાસ ચાલી રહ્યો હતો. એ માટે અગાઉ અસ્તિત્વમાં રહેલા રસ્તાને ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પર્યાવરણપ્રધાન અને ઉપનગરના પાલકપ્રધાન આદિત્ય ઠાકરે તથા પશુ અને દુગ્ધ વિકાસપ્રધાન સુનીલ કેદારે અને સંબંધિત અધિકારીઓએ આ બાબતે મિટિંગ કરી હતી, જેમાં આ પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

સેંકડો હૉસ્પિટલમાં દર્દીઓના જીવ પડીકે બંધાયેલા છે, હૉસ્પિટલમાં ગમે ત્યારે આગ લાગી શકે છે; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે પહેલાં આરે કૉલોનીમાં પ્રવેશ કરવા માટે  ચાર પ્રવેશદ્વારનો લોકો ઉપયોગ કરતા હતા. વેસ્ટર્ન હાઈ-વે પર ગોરેગામ અને આરે ચેકનાકા, પવઈ ચેકનાકા, વિજયનગર મરોલ ચેકનાકા અને આરે કૉલોની યુનિટ નંબર-19માં જવા માટે  સિપ્ઝ મુખ્ય પ્રવેશદ્વાર નંબર-3માં જૂની પ્રવેશચોકી હતી ત્યાંથી લોકો આવ-જા કરતા હતા.

BMC Police Cases Against Housing Societies પર્યાવરણ સાથે ચેડાં કરનાર સોસાયટીઓ સકંજામાં ગેરકાયદે ઝાડ કાપવા બદલ BMCએ નોંધાવી પોલીસ ફરિયાદ..
Mumbai High Court FDA ન્યાય મળ્યો! નિયમો પાળવા છતાં પરેશાન કરનાર FDA સામે હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ, મોટો ચુકાદો
Juhu Redevelopment TDR Option જુહૂઅંધેરીના લાંબા સમયથી અટકેલા પુનર્વિકાસના કામો ઝડપી બનશે, રાજ્ય સરકારનો આ માસ્ટરપ્લાન તૈયાર..
Mumbai Digital Arrest Scam મુંબઈમાં ૭૫ વર્ષના વૃદ્ધા ‘ડિજીટલ અરેસ્ટ’ સાયબર ફ્રોડનો શિકાર, સીબીઆઈ અધિકારી બનીને કરોડોલાખોની ઠગાઈ આચરનાર ઠગ ઝડપાયો
Exit mobile version