ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
નવી મુંબઈના કળંબોલીમાં ચોંકવનારો બનાવ બન્યો હતો, જેમા બહારગામથી આવેલા જ્વેલર્સને બસમાંથી ઉતરતાની સાથે લૂંટી લેવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ત્રણ લૂંટારુઓએ ધારદાર હત્યારથી તેના પર વાર કર્યો હતો. તે પહેલા તેની આંખ પર લાલ મરચાનો પાવડર નાખ્યો હતો અને ત્યારબાદ તેની પાસે રહેલા 19 લાખ રૂપિયા લૂંટી લીધા હતા.
સંતોષ જાધવ નામવનો 37 વર્ષના જવેર્લસને ગળા પર પેટમાં તથા હાથમાં એમ અનેક જગ્યાએ ઈજા પહોંચી છે. તેને કામોઠેમા આવેલી પાલિકાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તે નવી મુંબઈમાં દાગીનાની ખરીદી કરવા માટે આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ બીડથી વહેલી સવારના 7 વાગ્યાની આસપાસ ખાનગી બસ આવી હતી. જેમાંથી સંતોષ ઉતર્યો હતો. બસમાથી ઉતરીને તે નજીકમાં પાર્ક કરેલી તેના મિત્રની કારમાં જવાનો હતો. તે પહેલા જ તેને ત્રણ લૂંટારુઓએ આંતરી લીધો હતો. તેના આંખમાં મરચાની ભૂખી નાખી તેના પર અસંખ્યા વાર કર્યા હતા. બાદમાં ત્રણે લૂંટારુઓ તેના હાથમાં રહેલી બેગ લઈને ભાગી છૂટયા હતા.
પોલીસની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ગુનાની તપાસ કરી રહી છે. આજુબાજુ રહેલા વિડિયો સીસીટીવી તપાસી રહી છે, જેથી લૂંટારુઓના કોઈ સગડ મળે.