ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
કાંદિવલીના મહાવીર નગર વિસ્તારમાં આવેલી એક કોલેજને શિક્ષણ વિભાગ દ્વારા કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવશે. વાત એમ છે કે આ કોલેજ ના બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી ઊજવી હતી.
હાલ કોરોના નો કાળ હોવાને કારણે આવા પ્રકારના કાર્યક્રમો પર સરકારે સંપૂર્ણ રીતે પાબંદીની મૂકી છે. તેમ છતાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને આરોપ છે કે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખવામાં આવ્યું નથી.
જો કે આ સંદર્ભે કોલેજ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ કોઈ ફેરવેલ પાર્ટી નહોતી પરંતુ એક સન્માન સમારોહ હતો. આટલું જ નહીં કાર્યક્રમમાં સો થી ઓછા લોકો આવ્યા હતા એનો અર્થ એ થાય છે કે સરકારી કાયદાનું પાલન કરવામાં આવ્યું છે.
આમ કોરોના કાળ દરમિયાન એક કોલેજ વિવાદમાં આવી ગઈ છે.
Join Our WhatsApp Community
