કાંદિવલીની પ્રતિષ્ઠિત જુનિયર કોલેજ ને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવશે. કોરોના નિયમનો ભંગ થયો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 માર્ચ 2021

કાંદિવલીના મહાવીર નગર વિસ્તારમાં આવેલી એક કોલેજને શિક્ષણ વિભાગ દ્વારા કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવશે. વાત એમ છે કે આ કોલેજ ના બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી ઊજવી હતી.

હાલ કોરોના નો કાળ હોવાને કારણે આવા પ્રકારના કાર્યક્રમો પર સરકારે સંપૂર્ણ રીતે પાબંદીની મૂકી છે. તેમ છતાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને આરોપ છે કે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખવામાં આવ્યું નથી.

જો કે આ સંદર્ભે કોલેજ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ કોઈ ફેરવેલ પાર્ટી નહોતી પરંતુ એક સન્માન સમારોહ હતો. આટલું જ નહીં કાર્યક્રમમાં સો થી ઓછા લોકો આવ્યા હતા એનો અર્થ એ થાય છે કે સરકારી કાયદાનું પાલન કરવામાં આવ્યું છે.

આમ કોરોના કાળ દરમિયાન એક કોલેજ વિવાદમાં આવી ગઈ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *