News Continuous Bureau | Mumbai
Jogeshwari Tanker Accident: મુંબઈ: જોગેશ્વરીમાં સોમવારે બપોરે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૬૩ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત નિપજ્યું હતું. એક ઝડપી ટેન્કરની ટક્કરે સ્કૂટર પર જઈ રહેલી આશા દત્તારામ જાધવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે તાત્કાલિક ટેન્કર ચાલક અંગદકુમાર જુગલકિશોર યાદવની ધરપકડ કરી હતી.
આ ઘટના બપોરે ૧૨:૪૫ થી ૧:૦૦ વાગ્યાની આસપાસ જોગેશ્વરીમાં જેઈએસ સ્કૂલ ગેટ નજીક બની હતી. આશા જાધવ તેમના ભત્રીજા આદિત્ય અશોક જાધવના ઘરે એક કૌટુંબિક પ્રસંગમાં ભાગ લેવા ગયા હતા. પ્રસંગ પતાવીને આદિત્ય તેમને તેના ભાઈના એક્ટિવા સ્કૂટર પર મૂકવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
આ સમાચાર પણ વાંચો :Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
Jogeshwari Tanker Accident: પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટેન્કર ચાલક અંગદકુમાર યાદવ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેનું ધ્યાન ભટકાયું અને તેણે આગળ જઈ રહેલા સ્કૂટરને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પર સવાર આશા જાધવ અને આદિત્ય બંને નીચે પટકાયા. આશા જાધવને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
આદિત્ય જાધવની ફરિયાદના આધારે, જોગેશ્વરી પોલીસે ટેન્કર ચાલક અંગદકુમાર યાદવ વિરુદ્ધ બેફામ અને બેદરકારીભરી રીતે વાહન ચલાવીને મૃત્યુ નિપજાવવા બદલ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.