પૂર્વ-પશ્ચિમ ને જોડનારો આ મહત્વનો રસ્તો ટ્રાફિક માટે 12 દિવસ રહેશે બંધ.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ ઉપનગરને પૂર્વ ઉપનગર સાથે જોડનાર મહત્વના જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ(Jogeshwari vikhroli link road)ને લઈને મોટા સમાચાર છે. જોગેશ્વરી- વિક્રોલી લિંક રોડ પરનો ફ્લાયઓવર 12 દિવસ માટે બંધ રાખવામાં આવવાનો છે. તેથી આ દિવસો દરમિયાન ભારે ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યા સર્જાઈ શકે છે. 

જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર આવેલા ફ્લાયઓવરના વિવિધ ભાગોમાં સાંધા ભરવાનું કામ 13મીથી 24મી મે, 2022 દરમિયાન કરવામાં આવવાનું છે. આ સમયગાળા દરમિયાન બ્રિજ વાહનવ્યવહાર(Transportation) માટે સંપૂર્ણપણે બંધ રહેશે. અમુક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ટ(Traffic divert) કરવામાં આવશે. જોકે, આ સમયગાળા દરમિયાન ફ્લાયઓવરની નીચેથી ટ્રાફિક ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  વેસ્ટર્ન રેલવે ખોરવાઈ: આ સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયર તૂટી ગયો.. જાણો વિગતે.

વેસ્ટર્ન એક્સપ્રેસવે (WEH) પર પૂર્વમાં અને જોગેશ્વરી (પશ્ચિમ) માં જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ (JVLR) ને જોડતો આ ફ્લાયઓવર છે, જેનું કામ કરવામાં આવવાનું છે.આ ફ્લાયઓવર BMC  અને મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More