News Continuous Bureau | Mumbai
Juhu Beach : મુંબઈમાં ચોમાસું શરુ થઈ ગયું હોવાથી લોકો હવે ચોપાટી પર ફરવા જઈ રહ્યા છે. ચોમાસાનો આનંદ માણવા લોકો દરિયા કિનારે જવાનું પસંદ કરતા હોય છે. તેથી રવિવારે રજાના દિવસે જુહુ ચોપાટી ( Juhu Beach ) ખાતે લોકોની ભારે ભીડ ઉમટી હતી. તે સમયે જુહુ ચોપાટી પર દરિયામાં (Juhu Beach Viral Video ) બે સગીરો દરિયામાં તરતી વખતે ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં સમયસર પ્રતિસાદ આપતા ડૂબતા સગીરોને બચાવવામાં જીવરક્ષકોને સફળતા મળી હતી. જીવરક્ષકોએ વરસાદી ઋતુમાં હાઈટાઈડના ચેતવણી સમયે ઉંચા ઉંચા ઉછળતા મોજા વચ્ચે દરિયામાં ઉતરીને બંને બાળકોનો જીવ બચાવ્યો હતો. આ બચાવનો દિલઘડક સાહસ કેમેરામાં કેદ થઈ ગયું હતું.
Kudos to Juhu beach life guard for saving lives from the deadly sea. @mybmc pic.twitter.com/uGeuZOECU8
— Vivek Gupta (@imvivekgupta) June 30, 2024
પ્રાપ્ત માહિતી અનુસાર, ડૂબનાર ( Drowning ) બાળકોના નામ અથર્વ અને શ્રેયસ છે. દરિયામાં હાઈ ટાઈડના ( High Tide ) ઉંચા મોજાઓ ઉછળી રહ્યા હતા, ત્યારે જીવરક્ષકોએ દરિયામાં જઈને આ સગીર બાળકોને બચાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Chiplun Crocodile : ચિપલુણ માં અચાનક રસ્તા પર આવી ચડ્યો મહાકાય મગર, થંભી ગયા વાહન ચાલકો ; જુઓ વિડિયો..
Juhu Beach: વરસાદ સમયે ચોપાટી ખાતે ફરવા ન જવાની એડવાઈઝરી પ્રશાસન તરફ આપવામાં આવી છે…
વરસાદના ( Mumbai Monsoon ) દિવસોમાં દરિયામાં ભરતી આવતી હોય છે. દરિયામાં મોટા મોજાઓ ઉછળે છે. આ દિવસોમાં પ્રશાસન દ્વારા બીચ પર ફરવા ન જવાની સૂચનાઓ અને એડવાઈઝરી પણ આપવામાં આવી છે . પરંતુ તેમ છતાં નાગરિકો વહીવટીતંત્રની સૂચનાને અવગણીને દરિયા કિનારે જઈ રહ્યા છે. જેથી આવી દુર્ઘટનાઓ બને છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)