226
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જુલાઈ, 2021
શનિવાર
કોરોના પ્રતિબંધક નિયમ હેઠળ મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં હજી પણ સાંજના ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી છે. છતાં અનેક વિસ્તારોમાં દુકાનો ચાર વાગ્યા બાદ પણ ખુલ્લી રહેતી હોય છે. કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાએ જોકે નિયમોનું ઉલ્લંઘન કરનારી આવી દુકાનો સામે જોરદાર કાર્યવાહી કરી હતી.
પાલિકાએ ડોમ્બિવલીમાં ઈસ્ટ અને વેસ્ટમાં સ્ટેશનને લાગીને આવેલા વિસ્તારોમાં નિયમનું ઉલ્લંઘન કરી ચાર વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખનારાઓ પાસેથી દંડ વસૂલવાની સાથે જ દુકાનો સીલ કરી છે. જેમાં બે દિવસ દરમિયાન વાઇનની એક શૉપ સીલ કરી હતી, તો છ દુકાનો પાસેથી 30,000 રૂપિયાથી વધુ રકમનો દંડ વસૂલ કર્યો હતો.
You Might Be Interested In