News Continuous Bureau | Mumbai
Kalyan Slab collapse :કલ્યાણમાંથી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ચાર માળની રહેણાંક ઇમારતનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે. કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને દોઢ વર્ષનો બાળકનો સમાવેશ થાય છે. આ ઘટના મંગળવારે બપોરે કલ્યાણ પૂર્વના કરપેવાડી વિસ્તારના ચિકનીપાડા વિસ્તારમાં બની હતી.
Kalyan, Maharashtra: A four-storey building’s slab collapsed, resulting in one death and injuries to three people. The second-floor slab fell onto the ground floor. A girl is trapped on the third floor. Rescue operations by the fire brigade and police are ongoing pic.twitter.com/auV4R7kpNO
— IANS (@ians_india) May 20, 2025
Kalyan Slab collapse :બીજા માળનો સ્લેબ તૂટી પડ્યો.
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, બીજા માળનો એક સ્લેબ ગ્રાઉન્ડ ફ્લોર પર તૂટી પડ્યો હતો. કેટલાક લોકો સ્લેબના ઢગલા નીચે દટાયા છે. ફાયર ફાઇટરોએ તાત્કાલિક શોધખોળ કામગીરી શરૂ કરી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, મ્યુનિસિપલ અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળે છેલ્લા ત્રણ કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કાટમાળ નીચેથી આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી ચારના મોત થયા છે અને અન્ય ચારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની શક્યતા હોવાથી બચાવ કામગીરી ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Covid 19: મુંબઈમાં કોરોનાની ફરી એન્ટ્રી, 53 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં… પાલિકા આવ્યું હરકતમાં કરી દીધી આ તૈયારી…
Kalyan Slab collapse :ઇમારત ધરાશાયી થવાની ઘટનાઓ એક ગંભીર સમસ્યા
મહત્વનું છે કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનાઓ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. 2018-2022 વચ્ચે, રાજ્યમાં આવી ઘટનાઓમાં 1,491 લોકો મૃત્યુ પામ્યા હતા. જૂની અને ગેરકાયદેસર ઇમારતો, નબળી બાંધકામ સામગ્રી અને સમયસર જાળવણીનો અભાવ આના મુખ્ય કારણો છે. કલ્યાણની આ ઘટના પણ આ તરફ ઈશારો કરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)