ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
ચારકોપ સેક્ટર નંબર 8 પાસે આશરે દોઢ કિલોમીટર લાંબો સુમસામ રસ્તો છે. અહીં મોડી સાંજ પછી લોકોની ઓછી અવરજવર હોય છે કારણ કે રસ્તાની બે તરફ ખાડી આવેલી છે. જ્યારે કે માત્ર એક તરફ રહેઠાણની ઇમારતો છે. આ વાતનો લાભ લઈને ઝડપી બાઈક ચલાવવા ના શોખીનો રાત્રે 10:00 વાગ્યા પછી બેફામ પડે બાઈક નો આનંદ ઉઠાવે છે.
જોવાની વાત એ છે કે અનેક બાઇકરો પોતાનો શોખ પૂરો કરવા માટે બાઈક સાઇલેન્સર નાંખે છે. જેથી પૂરપાટ દોડી રહેલી બાઈક નો મોટો અવાજ આવે. બાઈક સવારો ની આ હરકતો થી સામાન્ય નાગરિકો ખૂબ પરેશાન છે. તેઓની રાતની ઉંઘ બગડે છે. આ સંદર્ભે સ્થાનિક લોકોએ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી છે અને ચારકોપ પોલીસે અજાણ્યા બાઈક સવારો ની વિરુદ્ધમાં કલમ 504 અને ૫૦૬ હેઠળ ગુનો નોંધ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ બાઈક સવારો પકડાય છે કે પછી સામાન્ય નાગરિકોની ઉંઘ પહેલાની જેમ બગડતી રહે છે.