Site icon

મુંબઈમાં આ વિસ્તારમાંથી ગૅસ સિલેન્ડરની કાળાબજારી કરનારી ટોળકી ઝબ્બે- 200 સિલિન્ડર કર્યા જપ્ત

News Continuous Bureau | Mumbai

કાંદીવલીના(Kandivali) ચારકોપ વિસ્તારમાં(Charkop area) ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડરમાંથી(gas cylinder) ગેરકાયદેસર રીતે કર્મશિયલ ઉપયોગ(Commercial use) માટેના સિલિન્ડરોમાં ગૅસ ભરવામાં આવતો હોવાની કાંદીવલીની ચારકોપ પોલીસને(Charkop Police) ટીપ મળી હતી.તેને આધારે ચારકોપ પોલીસે એન્ટી ટેરેઝિમ સ્કવોડની(Anti Terrorism Squad) મદદથી રેડ પાડીને ટોળકીને રંગે હાથે પકડી પાડી હતી અને 200થી વધુ ગૅસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. જપ્ત કરવામાં આવેલા માલની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોવાની જાણવા મળ્યું હતું.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા મુજબ ઘરમાં વાપરવામાં આવતા ગૅસ સિલિન્ડરમાંથી જોખમી રીતે કર્મશિયલ સિલિન્ડરમાં ગેરકાયદેસર રીતે ગૅસ  ભરવામાં આવતો હતો. ચારકોપ પોલીસ સ્ટેશનની હદમાં IFCA કંપનીની સામેના રસ્તા પર આ ગેરકાયદે ધંધા(Illegal business) ચાલતા હતા. ટીમ મળ્યા બાદ રેડ પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી 194 સિલિન્ડર, ગેસ પુલિંગ મોટર(Gas pulling motor),વજનનો કાંટો, એક ટેમ્પો મળી આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  NCP નેતા નવાબ મલિકનો જેલવાસ લંબાશે- EDએ જામીનની અરજીનો કર્યો વિરોધ- આગળ ધર્યું આ કારણ 

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ આરોપીમાં લિંગેશ્વર મંદિર(Lingeshwar Temple) ચારકોપ કાંદિવલી પશ્ચિમમાં રહેતા 32 વર્ષના  માંગીલાલ રામકિશન બિશ્નોઈ અને કાંદીવલીમાં જ રહેતા 25 વર્ષના શ્રવણ કુમાર ગંગારામ બિશ્નોઈ અને ચારકોપમાં ભામ્બેરેકર નગર  રહેતા તિરુમૂર્તિ પેરુમલ રાઠીની ધરપકડ કરવામાં આવી હતી.
 

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version