Site icon News Continuous Bureau | Mumbai

કાંદિવલીની કોલેજના વિદ્યાર્થીઓ પર્યાવરણ સુધારવા અત્યારથી બનાવી રહ્યા છે ‘સીડ બોમ્બ’ 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 ફેબ્રુઆરી 2021

પર્યાવરણ સંદર્ભે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો, વેલા અને વનસ્પતિઓ ઉગે તે માટે કાંદિવલીના વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. કાંદીવલી સ્થિત કાંદીવલી એજ્યુકેશન સોસાયટીની શ્રોફ કોલેજ ના આર્ટસ અને કોમર્સ તેમજ મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓ અત્યારથી 'સીડ બોમ્બ' બનાવી રહ્યા છે.  'સીડ બોમ્બ' એટલે બીજ અને તેની આસપાસ માટી નું આવરણ. જેનો એક સંયુક્ત ગોળો હોય છે. ચોમાસાના સમયમાં આ ગોળાને રસ્તાના કિનારે અથવા અન્ય કોઈપણ જગ્યાએ ફક્ત રાખી દેવાથી પાણી નો સંપર્ક આવતા તેમાંથી અંકુર ફૂટે છે. જેને કારણે ભવિષ્યમાં તે જગ્યા પર વૃક્ષ અથવા છોડ ઉગાડવા ની શક્યતા બની રહે છે.

કાંદિવલીની કોલેજના 50 વિદ્યાર્થીઓએ ભેગા મળીને આવા  'સીડ બોમ્બ' બનાવ્યા. હવે તેને વન વિભાગને સુપરત કરવામાં આવશે. સરકાર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં મુંબઈ શહેરની અનેક કોલેજો ભાગ લઇ રહી છે. તેમજ ચોમાસા પહેલા 1,11,111  'સીડ બોમ્બ' બનાવીને વનવિભાગને આપવામાં આવશે.આમ વિદ્યાર્થીઓના યોગદાનને કારણે મુંબઇનું પર્યાવરણ જળવાશે.

Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Charkop Police Mobile Phone Recovery ઘરફોડ ચોરીમાં ગયેલા ૪૯ નવા મોબાઇલ ઉત્તર પ્રદેશમાંથી જપ્ત ચારકોપ પોલીસે મૂળ ફરિયાદીને સોંપ્યા!
Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Exit mobile version