News Continuous Bureau | Mumbai
કાંદિવલી પશ્ચિમમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બનેલી સમસ્યાઓ સામે કાંદિવલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રસ્તા પરના અતિક્રમણને દૂર કરવા માટે બુલડોઝર ફેરવ્યું છે, તો બીજી તરફ જાહેરમાં દારૂ પીનારા તત્વોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કાંદિવલીના વ્યસ્ત માર્ગોને ટ્રાફિક મુક્ત કરવાનો અને મહિલાઓ તેમજ બાળકો માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. પોલીસના આ કડક વલણને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
90 ફીટ રોડ હવે ટ્રાફિક મુક્ત
કાંદિવલી પશ્ચિમનો હૃદય સમાન ગણાતો 90 ફીટ રોડ ગેરકાયદે ફેરિયાઓના અતિક્રમણને કારણે અત્યંત સાંકડો બની ગયો હતો કાંદિવલી પોલીસે BMC ના અતિક્રમણ વિભાગ સાથે મળીને આખા રોડ પરથી ગેરકાયદે લારી-ગલ્લા અને બાંધકામો તોડી પાડ્યા હતા.બુલડોઝરની આ કાર્યવાહી બાદ હવે વાહનચાલકો અને પદયાત્રીઓ માટે આ માર્ગ સુગમ બન્યો છે.
આ સમાચાર પણ વાંચો : Borivali Shocking Video: બોરીવલી: ફેરિયાઓને હટાવવા ગયેલા પાલિકા સ્ટાફે જ સામાન ગટરમાં છુપાવ્યો! ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે વીડિયો જાહેર કરી BMC ની પોલ ખોલી.
એકતા નગર મેદાનમાં પોલીસનો દરોડો
પોલીસને બાતમી મળી હતી કે એકતા નગર મેદાનમાં રાત્રિના સમયે અસામાજિક તત્વો જાહેરમાં દારૂની મહેફિલો જમાવે છે.બાતમીના આધારે પોલીસે ટીમ બનાવીને મેદાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો અને જાહેરમાં નશો કરતા અનેક લોકોની અટકાયત કરી હતી.આ કાર્યવાહી દરમિયાન પોલીસ ત્યારે સ્તબ્ધ થઈ ગઈ જ્યારે એક ઓટો રિક્ષા ચાલક તેની રિક્ષામાં જ બેસીને દારૂ પીતો પકડાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી રિક્ષા જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.