Site icon

Kandivali Police Crackdown: કાંદિવલી પોલીસે ‘ન્યુસન્સ’ પર ફેરવ્યું બુલડોઝર: ગેરકાયદે અતિક્રમણ સાફ અને દારૂડિયાઓ પર પોલીસે કસ્યો સકંજો.

Kandivali Police Crackdown: 90 ફીટ રોડ પરથી લારી-ગલ્લાના દબાણો હટાવાયા; રિક્ષામાં બેસી નશો કરતા ચાલકની ધરપકડ, એકતા નગર મેદાનમાં ચાલતી મહેફિલ પર ત્રાટકી પોલીસ.

Kandivali Police Crackdown Bulldozers Clear Illegal Encroachments; Drunkards Arrested in Ekta Nagar Raid.

Kandivali Police Crackdown Bulldozers Clear Illegal Encroachments; Drunkards Arrested in Ekta Nagar Raid.

News Continuous Bureau | Mumbai

કાંદિવલી પશ્ચિમમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બનેલી સમસ્યાઓ સામે કાંદિવલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રસ્તા પરના અતિક્રમણને દૂર કરવા માટે બુલડોઝર ફેરવ્યું છે, તો બીજી તરફ જાહેરમાં દારૂ પીનારા તત્વોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કાંદિવલીના વ્યસ્ત માર્ગોને ટ્રાફિક મુક્ત કરવાનો અને મહિલાઓ તેમજ બાળકો માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. પોલીસના આ કડક વલણને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Join Our WhatsApp Community

90 ફીટ રોડ હવે ટ્રાફિક મુક્ત

કાંદિવલી પશ્ચિમનો હૃદય સમાન ગણાતો 90 ફીટ રોડ ગેરકાયદે ફેરિયાઓના અતિક્રમણને કારણે અત્યંત સાંકડો બની ગયો હતો કાંદિવલી પોલીસે BMC ના અતિક્રમણ વિભાગ સાથે મળીને આખા રોડ પરથી ગેરકાયદે લારી-ગલ્લા અને બાંધકામો તોડી પાડ્યા હતા.બુલડોઝરની આ કાર્યવાહી બાદ હવે વાહનચાલકો અને પદયાત્રીઓ માટે આ માર્ગ સુગમ બન્યો છે.

આ સમાચાર પણ વાંચો : Borivali Shocking Video: બોરીવલી: ફેરિયાઓને હટાવવા ગયેલા પાલિકા સ્ટાફે જ સામાન ગટરમાં છુપાવ્યો! ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે વીડિયો જાહેર કરી BMC ની પોલ ખોલી.

એકતા નગર મેદાનમાં પોલીસનો દરોડો

પોલીસને બાતમી મળી હતી કે એકતા નગર મેદાનમાં રાત્રિના સમયે અસામાજિક તત્વો જાહેરમાં દારૂની મહેફિલો જમાવે છે.બાતમીના આધારે પોલીસે ટીમ બનાવીને મેદાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો અને જાહેરમાં નશો કરતા અનેક લોકોની અટકાયત કરી હતી.આ કાર્યવાહી દરમિયાન પોલીસ ત્યારે સ્તબ્ધ થઈ ગઈ જ્યારે એક ઓટો રિક્ષા ચાલક તેની રિક્ષામાં જ બેસીને દારૂ પીતો પકડાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી રિક્ષા જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version