News Continuous Bureau | Mumbai
Kanheri Caves : કાન્હેરી ગુફાઓ, બોરીવલી મુંબઈ (Mumbai)ની ઉત્તરે આવેલ ખડકોમાંથી કોતરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ ગુફાઓ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની (બોરીવલી નેશનલ પાર્ક (Borivli National Park) અંદર આવેલી છે. કાન્હેરી ગુફાઓ ભારતમાં બૌદ્ધ ધર્મની કળા અને સંસ્કૃતિના પ્રભાવનું ઉદાહરણ છે. કાન્હેરી શબ્દ સંસ્કૃત કૃષ્ણાગિરિમાંથી આવ્યો છે, જેનો અર્થ કાળો પર્વત થાય છે. આ ગુફાઓ મોટા બેસાલ્ટ ખડકને કોતરીને બનાવવામાં આવી છે.
જુઓ વિડીયો
Simply Super Sight
This is how #KanheriCaves inside Borivali National Park #Mumbai looks during heavy #MumbaiRains.
📽️ via WA pic.twitter.com/OUGHvglWb4
— मुंबई Matters™ (@mumbaimatterz) September 27, 2023
સર્જાયું મનમોહક દૃશ્ય
મોટાભાગે વરસાદી સીઝનમાં કુદરતી સુંદર નજારો માણવા મુલાકાતીઓ અહીં આવે છે. છેલ્લા બે ચાર દિવસથી શહેરમાં છુટોછવાયો વરસાદ (rain) પડી રહ્યો છે. દરમિયાન અહીં ભારે વરસાદને પગલે ગાઢ જંગલોની હરિયાળી અને મનમોહક દૃશ્ય સર્જાયું છે. ગુફાનો ટેકરી વાળો વિસ્તાર આ સમયે અનેક નાના ધોધ પેદા કરે છે. ઉદ્યાનનાં મુખ્ય પ્રવેશદ્રારથી ગુફા સુધીનો માર્ગ મુલાકાતી માટે આર્કષણ રૂપ બન્યું છે.