મુખ્ય પ્રધાને લોકલનો પ્રશ્ન ગૂંચવ્યો, અનુમતિ આપતી વેળા નવાં વિઘ્નો નિર્માણ કર્યાં, વિપક્ષ પાર્ટી ભાજપનો આક્ષેપ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

સોમવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઈ લોકલ ટ્રેનસેવા શરૂ કરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મુંબઈ લોકલ ટ્રેનસેવાની શરૂઆત 15 ઑગસ્ટથી થશે. જોકે લોકલ ટ્રેનમાં તે જ લોકોને મુસાફરી કરવાની અનુમતિ હશે, જેમણે કોરોના વાયરસની રસીના બંને ડોઝ લીધા હશે.

ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર પ્રદેશના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરતાં કહ્યું છે કે જનતાનો આગ્રહ અને ભારતીય જનતા પાર્ટીના આંદોલનને કારણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સર્વ સામાન્ય પ્રજાને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપવાનો નિર્ણય લીધો હોવા છતાંય તેમને નિયમો અને શરતોનો ગૂંચવાડો કરીને સરળ-સીધો પ્રશ્ન વિચિત્ર કરી નાખ્યો છે અને પ્રત્યક્ષરૂપે સામાન્ય વર્ગને લોકલ પ્રવાસ શક્ય નહીં બને, એવી વ્યવસ્થા કરી છે. 

 ચીન સાથે તણાવ વચ્ચે ભારતીય લશ્કરની મજબૂત વ્યૂહરચના, પૂર્વીય લદ્દાખના ઊંચા વિસ્તારોમાં ઑપરેશન માટે ટૅન્ક રેજિમેન્ટ તૈયાર; જુઓ વીડિયો

મા. કેશવ ઉપાધ્યેએ કહ્યું હતું કે  સામાન્ય મુંબઈગરાને દરરોજ કામધંધાના સ્થળે પહોંચવા માટે અને પાછા ફરવા માટે મબલખ પૈસા અને સમયનો વેડફાટ કરવો પડે છે. તેમને લોકલ ટ્રેનમાં મુસાફરીની પરવાનગી આપવી એવી માગણી સતત થઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીએ એ માટે આંદોલન પણ કર્યાં હતાં. પ્રચંડ દબાણ નિર્માણ થતાં મુખ્ય પ્રધાને પંદર ઑગસ્ટથી પ્રવાસની પરવાનગી આપી છે, પરંતુ સામાન્ય પ્રજાને સરળતાથી મુસાફરી કરી શકાશે નહીં અને સઘળી અડચણો/મૂંઝવણનું ઠીકરું અંતે રેલવે વિભાગના માથે ફોડવામાં આવશે એવી વ્યવસ્થા કરી રાખી છે.

રેલવે તરફથી લોકલ સેવા અગાઉથી જ ચાલુ છે અને કોરોનાને નિયંત્રણમાં રાખવાના સર્વ અધિકારો અને જવાબદારીઓ રાજ્ય સરકારની છે. આવી સ્થિતિમાં મુખ્ય પ્રધાને સામાન્ય પ્રજાને પરવાનગી આપવા માટે સકારાત્મક દૃષ્ટિકોણ રાખવો જોઈતો હતો. તેમણે અહંકારની ભાવનાથી સામાન્ય મુંબઈગરા સાથે આવી રમત નહોતી રમવી જોઈતી. તેમણે કહ્યું  કે સામાન્ય લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી હશે તો રાજ્ય સરકારની ઍપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે એવી શરત મુખ્ય પ્રધાને મૂકી છે. પ્રત્યક્ષપણે કેન્દ્ર સરકારે તૈયાર કરેલી આરોગ્ય સેતુ ઍપ પર મોટા ભાગના મુંબઈગરાએ રજિસ્ટ્રેશન કરેલું છે અને વ્યક્તિએ રસી મુકાવી છે કે નહીં એની સ્પષ્ટ નોંધ કરવામાં આવી છે. આ તૈયાર સગવડનો ઉપયોગ કરીને સામાન્ય માણસની સગવડ કરવાને બદલે મુખ્ય પ્રધાને તેમની ઍપ વાપરો નહિતર મહાપાલિકા પાસેથી પાસ લો, આવા કોયડા મૂક્યા છે. સરળ પ્રશ્નને ગૂંચવાડાભર્યો કરવાની આ રીત છે.

સારા સમાચાર: મહારાષ્ટ્રનું આ શહેર કોરોના મુક્તના માર્ગ પર, અહીં એક વર્ષ પછી કોરોનાનો એક પણ નવો કેસ નહીં

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *