News Continuous Bureau | Mumbai
આગામી અઠવાડિયામાં બોરીવલીમાં(Borivali ) ખાદી મહોત્સવનું(Khadi Festival) આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું આયોજન મુંબઈ ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ટ્રસ્ટ(Khadi Village Industries Association Trust) (કોરા કેન્દ્ર) તથા અર્થવ સ્કૂલ ફેશન અને આર્ટસ(atharva School of Fashion and Arts) તરફથી 27 મેથી 29 મે સુધી કરવામાં આવ્યું છે.
આ ખાદી મહોત્સવના કાર્યક્રમનો સમય 27થી 29 મે. 2022 એમ ત્રણ દિવસ માટે સવારના 10થી રાતના 10 વાગ્યા સુધી રહેશે.
આ સમાચાર પણ વાંચો: ટી.બી. નિદાનની નવી ટેક્નિક.. હવે માત્ર અવાજથી ખબર પડશે કે ટી.બી. છે કે નહીં. જાણો નવી ટેકનોલોજી વિશે.
ખાદી વિષયક હસ્તકલા સ્ટોલ્સનું(Craft stalls) ઉદઘાટન 27 મેના સાંજે 6 વાગે થશે અને 6.30 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પ્રર્દશન રહેશે. આ મહોત્સવમાં ફેશન શોનું(fashion show) આયોજન પણ 28 અને 29 મેના સાંજે કરવામાં આવશે. ખાદી અને ફેશનથી જોડાયેલા જુદા જુદા પ્રદર્શન માટે 80થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે.
ખાદી મહોત્સવનું આયોજનનો ઉદેશ્ય ખાદી ઉદ્યોગ(Khadi industry) અને હાથથી બનેલા કપડાને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક ફેશન ડિઝાઈનરોને(Local fashion designers) મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.