ભાજપના નેતા કિરીટ સોમૈયા સહિત ગોપાલ શેટ્ટી, મનીષા ચૌધરી અને અન્ય નેતાઓએ દહીસરની ગોટાળા જમીન પર વિઝીટ કરી. લગાવ્યો આ આરોપ.

ભાજપના નેતા કિરીટ સોમૈયાનો ગંભીર આરોપ 900 કરોડની જમીન ખરીદીમાં મોટી કટકી હતી.

by kalpana Verat
BJP Leader Kirit Somaiya Video Case; A case has been registered against the editor of the news channel...

News Continuous Bureau | Mumbai

બીજેપી નેતા કિરીટ સોમૈયા સાથે બીજેપી સાંસદ ગોપાલ શેટ્ટી, ધારાસભ્ય મનીષા ચૌધરી અને ભાજપના કાર્યકરોએ BMC દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી નગર કંદરપાડા, દહિસર પશ્ચિમ, મુંબઈમાં અજમેરા બિલ્ડર પાસેથી 900 કરોડમાં ખરીદેલા વિસ્તારની મુલાકાત લીધી. સોમૈયાએ આક્ષેપ કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે સરકાર સત્તામાં હતી, ત્યારે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

BMCમાં ભ્રષ્ટાચાર કરીને 900 કરોડમાં 2.5 કરોડની જમીન ખરીદી હતી, જેના 349 કરોડ BMCએ અજમેરા બિલ્ડરને ચૂકવી દીધા છે. એટલું જ નહીં, અજમેરા બિલ્ડર હજુ પણ BMC પાસે 900 કરોડની માંગ કરી રહ્યો છે. BMCએ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે આ જગ્યા લીધી હતી. કેગના અહેવાલ મુજબ આ ખરીદી મુંબઈ મહાનગરપાલિકાનું મોટું કૌભાંડ છે.

આ સમાચાર પણ વાંચો :  સંજય રાઉત: દિલ્હી આવશે ત્યારે તેને AK47થી ઉડાવી દેશે, સંજય રાઉતને ધમકી; પુણેમાંથી બે લોકોની અટકાયત

Join Our WhatsApp Community

You may also like