News Continuous Bureau | Mumbai
Kohinoor Square Fire: સોમવારે મધ્યરાત્રિએ મુંબઈ ( Mumbai ) ના દાદર ( Dadar ) માં કોહિનૂર બિલ્ડિંગ ( Kohinoor Building ) માં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ( BMC ) પાર્કિંગમાં ( Parking ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ચોથા માળે લાગેલી આગમાં 17 થી 18 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 થી 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને અથાક મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે આગના કારણે ઈમારત અને વાહનોને ઘણું નુકસાન થયું છે. આરોપ છે કે કોન્ટ્રાક્ટર દાદરમાં કોહિનૂર બિલ્ડિંગમાં નિયમોનું ઉલ્લંઘન ( Rules violation ) કરીને વાહનો પાર્ક કરી રહ્યો છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે આ આગનું કારણ છે.
Visuals of Fire at Brihanmumbai Municipal Corporation Public Parking Kasaravadi, Dadar, Mumbai, Maharashtra 400028.
The fire-fighters of Mumbai Fire Brigade who are up and alert 24/7 to serve the city. #MumbaiFireBrigade@mybmcWardGN @MumbaiPolice pic.twitter.com/cqVafQI5km
— Akash Anil Kadam (@AkashAnilKadam5) November 6, 2023
દરમિયાન, સ્થાનિક પોલીસ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. કોહિનૂર સ્ક્વેર બિલ્ડિંગ મુંબઈના શિવાજી પાર્ક ( Shivaji Park ) વિસ્તારમાં આવેલી છે. આ બિલ્ડીંગ શિવસેના ભવનની સામે છે અને આ જગ્યા હંમેશા વ્યસ્ત રહે છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોહિનૂર બિલ્ડિંગના પાર્કિંગમાં સોમવારે મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ પાર્કિંગના ચોથા માળે લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Chhattisgarh Vidhan Sabha Election 2023: મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે મતદાન થયુ શરુ, આ દિગ્ગજોનું ભવિષ્ય EVMમાં થશે કેદ… જાણો વિગતે અહીં..
આ આગને લઈને સ્થાનિકોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા…
આ આગને લઈને સ્થાનિકોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે..ફાયર બ્રિગેડની 10થી 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. એક કલાકની અથાક જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.પરંતુ કોહિનૂર બિલ્ડીંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 16 થી 17 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો આગના કારણ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.