News Continuous Bureau | Mumbai
Suicide : નવી મુંબઈના વાશી બ્રિજ પરથી એક મહિલા ખાડીમાં કૂદી આત્મહત્યા કરવા જઈ રહી હતી. જોકે ત્યાં હાજર ટ્રાફિક પોલીસની તત્પરતાને કારણે મહિલાને બચાવી શકાઈ હતી. મહિલાને બચાવ્યા બાદ પોલીસ તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે કે તે શા માટે આત્મહત્યા કરવા જઈ રહી હતી. હાલ સાચા કારણો જાણી શકાયા નથી. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને લાગી રહ્યું છે કે, પરિવારના અણબનાવને કારણે મહિલા ખાડીમાં કૂદીને આત્મહત્યા કરવા માગતી હતી.
જુઓ વિડીયો
Video | Traffic policemen save a woman from jumping into the sea from Vashi Bridge in Navi Mumbai. Policemen Shivajirao Bachre, Raju Dandekar, Rathod & Tambe grabbed her while she threatened to jump from the ledge of the bridge. pic.twitter.com/UGIpH9Lc5Q
— MUMBAI NEWS (@Mumbaikhabar9) August 3, 2023
આ સમાચાર પણ વાંચો : Central Government: લેપટોપ, ટેબલેટ અને કોમ્પ્યુટરની આયાત નહીં કરી શકાય… કેન્દ્ર સરકારે મૂક્યો પ્રતિબંધ.. જાણો સંપુર્ણ વિગતો અહીં….
મહિલા આત્મહત્યા કરવા માંગતી હતી
મહિલાનો જીવ બચાવ્યા બાદ એક યુઝર દ્વારા ટ્વીટ કરીને વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે એક મહિલાએ વાશીની ખાડીમાંથી કૂદીને આત્મહત્યા કરવા માંગતી હતી. પરંતુ ટ્રાફિક પોલીસ સ્ટાફની સમજદારીના કારણે તેઓ એક જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા વાશી બ્રિજની રેલિંગ પર ખાડી તરફ ઊભી છે. જેમાં તે જીવ આપવાની વાત કરી રહી છે.
જો અહેવાલોનું માનીએ તો, મહિલાને બચાવનાર પોલીસકર્મીઓમાં શિવાજીરાવ બચરે, રાજુ દાંડેકર, રાઠોડ અને તાંબેના નામ સામેલ છે. જેણે આ મહિલાનો જીવ બચાવ્યો હતો.