Site icon

દે ધનાધન યા ઢીશુમ-ઢીશુમ – મુંબઈની લોકલ ટ્રેનમાં ફિલ્મ શોલેના દ્રશ્યો સર્જાયા- મહિલાઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ

News Continuous Bureau | Mumbai

મુંબઇ(Mumbai)માં લગભગ લોકો લોકલ ટ્રેન(Local Train)થી અવર-જવર કરવાનું પસંદ કરે છે અને પીક અવર્સ(peak hours) દરમિયાન લોકલ ટ્રેનમાં ભારે ભીડ રહે છે. દરમિયાન લોકલ ટ્રેનના લેડીઝ કોચમાં બેસવા બાબતે માથાકૂટ થતાં મહિલાઓ વચ્ચે થયેલી મારામારીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ(video viral) થયો છે. આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાઓ એકબીજાને વાળ ખેંચીને ગમે તેમ ફટકારી રહી છે. આ ઘટના થાણે-પનવેલ(Thane-Panvel Local) લોકલ ટ્રેનની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

 

પોલીસના જણાવ્યા અનુસાર, નવી મુંબઈ(Navi Mumbai)ના તુર્ભે રેલવે સ્ટેશન(Turbhe railway station) પર બેસવા બાબતે ત્રણ મહિલા વચ્ચે ઝઘડો શરુ થયો હતો. જેણે જોતજોતામાં જ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું અને બીજી મહિલાઓ પણ તેમાં સામેલ થઈ જતાં આખા ડબ્બામાં અફરાતફરી મચી ગઈ હતી.  

આ સમાચાર પણ વાંચો : પેટમાં તીર વાગતા જ રાવણે કર્યો જવાબી હુમલો- ધોતી પકડી ભાગ્યા ઊભા રહેલા અહીંના લોકો-જુઓ વિડીયો

આ ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણને ઈજા પહોંચી છે. મહિલા કોન્સ્ટેબલ દરમિયાનગીરી કરવા જઈ રહી હતી ત્યારે તેને પણ કેટલીક મહિલાઓએ ટપલી દાવ કરી ઈજાગ્રસ્ત કરી હતી. આ મામલામાં પોલીસે 27 વર્ષની એક યુવતી અને બીજી એક મહિલા પર કલમ 352, 332 અને 504 હેઠળ ગુનો નોંધયો છે.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version